Not Set/ ઇસરોની વધુ એક સિદ્ધિ,અંધારામાં પણ સ્પષ્ટ તસ્વીર ખેંચે તેવો સેટેલાઈટ લોન્ચ કર્યો

સ્પેસની દુનિયામાં ભારતે વધુ એક સિધ્ધિ પોતાને નામ કરી છે.ભારતની સ્પેસ એજન્સી ઇસરોએ 628 કિલો વજન વાળા સેટેલાઈટ RISAT-2BR1નુ સફળતાપૂર્વક લોચિંગ કર્યું છે. ઇસરોએ આંધ્રપ્રદેશના શ્રીહરીકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટરથી આ ડિફેન્સ સેટેલાઈટને બપોરે 3.30 કલાકે લોન્ચ કર્યો હતો.આ સેટેલાઇટ રાત્રે અંધારામાં અને ખરાબ હવામાનમાં પણ કામ કરશે.એટલે કે ધરતી પર ગમે તેવુ ખરાબ […]

Top Stories India

સ્પેસની દુનિયામાં ભારતે વધુ એક સિધ્ધિ પોતાને નામ કરી છે.ભારતની સ્પેસ એજન્સી ઇસરોએ 628 કિલો વજન વાળા સેટેલાઈટ RISAT-2BR1નુ સફળતાપૂર્વક લોચિંગ કર્યું છે.

ઇસરોએ આંધ્રપ્રદેશના શ્રીહરીકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટરથી આ ડિફેન્સ સેટેલાઈટને બપોરે 3.30 કલાકે લોન્ચ કર્યો હતો.આ સેટેલાઇટ રાત્રે અંધારામાં અને ખરાબ હવામાનમાં પણ કામ કરશે.એટલે કે ધરતી પર ગમે તેવુ ખરાબ હવામાન હોય ત્યારે પણ તેમાંથી સ્પષ્ટ તસવીરો લઇ શકાશે.

RISAT-2 BR1 સેટેલાઇટ પૃથ્વીની કક્ષામાં સ્થાપિત થયા બાદ ભારતની રડાર ઇમેજિંગ તાકાત કેટલાય ગણી વધી જશે.

ઈસરોએ જણાવ્યું કે, RISAT-2BR1 મિશનની લાઈફ 5 વર્ષ છે.RISAT-2BR1ના લોન્ચિંગની સાથે જ ઈસરોના નામે એક વધુ રેકોર્ડ બની જશે. આ રેકોર્ડ છે – 20 વર્ષમાં 33 દેશોના 319 ઉપગ્રહ છોડવાનો. 1999થી લઈ અત્યાર સુધી ઈસરોએ કુલ 310 વિદેશી સેટેલાઈટ્સ અંતરી7માં સ્થાપિત કરી છે. આજના 9 ઉપગ્રહને મિલાવીએ તો આ સંખ્યા 319 થઈ જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.