કૌભાંડો કરનારાની ક્રિએટીવિટી ક્યારેક એટલી જબરદસ્ત હોય છે કે સામેવાળા પણ વિચારવા એકવાર તો મજબુર થય જ જાય છે આને સજા અપવી કે સાબાશી. અલબત કૌભાંડ આચર્યુ છે માટે સાબાશીને કોઇ અવકાશ નથી જ હોતો, કારણ કે કોઇ પણ પ્રકારનાં ગુનામાં અંતે તો સજા જ ભોગવવાની આવે છે. પરંતુ સુરતમાં RTOમાંથી ફરી એક ભેજાબાજી કૌભાંડ સામે આવ્યું છે.
સુરત આરટીઓમાંથી એક વહન ટ્રાન્સફરનું ગજબ કૌભાંડ ઝડપાયું છે. જી હા બેંકો દ્વારા જે વાહનો લોન ન ભરી શકવાનાં કારણે પાછા ખેંચેલા હોયછે, તેવા વાહનોને બારોબાર ટ્રાન્સફર કરવાનુ કૌભાંડ આચરવામાં આવ્યું છે.
સુરત ખાતે વાહનો બ્લેકલીસ્ટ કરાયા હતા, તે બ્લેક લીસ્ટ કરાયેલા વાહનોને ગોધરા ખાતે ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા અને આજ રીતે દલાલો દ્વારા ગોધરા, અમદાવાદ, ભરૂચ અને સાબરકાંઠા પર ઉતારાઇ પસંદગી ઉતારવામાં આવી હોવાનું કૌભાંડની પ્રાથમિક વિગતોમાં બહાર આવી રહ્યું છે.
કૌભાંડીનો ભાંડો જો કે ફૂટી ગયો છે અને ટ્રાન્સફર કરાયેલા ત્રણ વાહનો પાસેથી દંડ પણ વસૂલાયો છે. ત્યારે આવા કેટલા અને કયા કયા શહેરોમાં વાહનો ફરી રહ્યા છે જે પહેલેથી જ બ્લેકલિસ્ટેડ છે તે તપાસનો વિષય છે અને તપાસમાં અનેક તથ્યો સામે આવે તેવું હાલ જણાય રહ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
