જસદણનાઅમરાપર પંથકની ગૌચરની જમીનના 13 વર્ષ પહેલાના કથિત કૌભાંડ સંદર્ભે તત્કાલિન કોંગી ધારાસભ્ય અને હાલના ભાજપ સરકારના મંત્રી કુવરજી બાવળીયાની થયેલી ધરપકડના વિરોધમાં કોંગ્રેસ દ્વારા કલેકટર કચેરી ખાતે રજૂઆત કરતી વેળાએ બઘડાટી બોલાવી પબ્લિક પ્રોપર્ટીને નુકસાન કરવાના કેસમાં અગાઉ નીચલી કોર્ટે કોંગ્રેસના બે ધારાસભ્યો સહિત અગ્રણી અને એક વર્ષની સજા અને દંડના હુકમ સામે સેશન્સ કોર્ટમાં થયેલી અપીલનો કેસ ચાલી જતા એડિશનલ સેશન્સ જજ એચ.એમ. પવારે આજે તમામ આરોપીઓની અપીલ ગ્રાહ્ય રાખી તમામને છોડી મૂકવા અરજી કરી હતી.
/ Delhi Violence / લાલ કિલ્લા હિંસાના માસ્ટરમાઈન્ડ દીપ સિદ્ધુની થશે ધરપકડ, દિલ્હી પોલીસ પંજાબ રવાના
આ કેસની પ્રાપ્ત વિગત મુજબ તત્કાલીન કોંગ્રેસી ધારાસભ્ય કુંવરજી બાવળિયા સામે 2008ના વર્ષમાં ગૌચરની જમીનના કૌભાંડમાં ગુનો નોંધાયો હતો જે સંદર્ભે સીઆઇડી ક્રાઇમ દ્વારા કુંવરજીભાઇ બાવળિયાની ધરપકડ કરવામાં આવી હતી. જે સામે કોંગીજનોમાં વિરોધનો વંટોળ ઉઠયો હતો અને ગઈ તારીખ 4 /12 /2008ના રોજ કોંગ્રેસ દ્વારા જસદણ મોરબી, વાંકાનેર, રાજકોટ સહિતના સૌરાષ્ટ્રના કોંગીજનોને એકઠા કરીને કલેકટર કચેરી ખાતે આવેદનપત્રનો કાર્યક્રમ રખાયો હતો. જે દરમિયાન કોંગી આગેવાનો દ્વારા ઉગ્રભાષામાં સંબોધન કર્યા બાદ આગેવાનો આવેદનપત્ર સુપરત કરવા ગયા હતા તે દરમિયાન કલેકટર કચેરી કંપાઉન્ડ અને સંકુલમાં એકઠા થયેલા લોકોએ બઘડાટી બોલાવી પથ્થરમારો કરતા કલેકટર કચેરીના કાચ વનસ્પતિના કુંડા વગેરેનો કચ્ચરઘાણ વાળી દીધો હતો.
big tweak / મમતા બેનરજીને મોટો ઝટકો, રાજીવ બેનર્જી, વૈશાલી દાલમિયા સહિત ઘણા નેતાઓ ભાજપમાં જોડાયા
આ બાબતે પ્રદ્યુમન નગર પોલીસમાં 179 લોકો સામે પબ્લિક પ્રોપર્ટીને રૂપિયા 55,700નું નુકસાન પહોંચાડવા બદલ પી.એસ.આઇ એબી સિસોદિયાની ફરિયાદ ઉપરથી આઇપીસી 143 147 149 186 188 અને જાહેર મિલકતને નુકસાન અંગે કલમ 3 અને 4 મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતોજેમાં તપાસ પૂર્ણ થયા બાદ કોર્ટમાં ચાર્જશીટ મૂકવામાં આવ્યું હતું. જે કેસ નીચલી કોર્ટમાં ચાલવા ઉપર આવ્યો હતો હતો. જે દરમિયાન તત્કાલીન કોંગી ધારાસભ્ય ભાજપના પૂર્વ સાંસદ વિઠ્ઠલભાઈ રાદડિયા, પોપટભાઈ જીંજરિયા, સહિત નવ આરોપીઓના અવસાન થયા હતા.
26th tractor parade / ટ્રેક્ટર પરેડ હિંસામાં અત્યાર સુધી 38 વિરુદ્ધ FIR તેમજ 84 ધરપકડ
આ કેસના બાકીના આરોપીઓ સામેનો કેસ મેજિસ્ટ્રેટ આર એસ રાજપુતની કોર્ટમાં ચાલી જતા તેમણે ગઈ તારીખ 24/12 /2019 ના રોજ આપેલા ચુકાદામાં તત્કાલીન શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર, જશવંતસિંહ ભટ્ટી, મહેશ રાજપુત, ઇન્દ્રનીલ રાજ્યગુરુ, દેવજી ફતેપરા , જાવીદ પીરઝાદા, ભીખાભાઈ જોશી, ડેરીના પૂર્વ ચેરમેન ગોવિંદ રાણપરીયા, હાલના ચેરમેન ગોરધન ધામેલીયા, ભીખુભાઇ વારોતરિયા વગેરે દસ આગેવાનોને તકસીરવાર ઠરાવીને એક વર્ષની સજા અને દંડ ફટકારતો હુકમ કર્યો હતો. અન્ય આરોપીઓને છોડી મુકવામાં આવ્યા હતા. સજા અને દંડના આ હુકમ સામે તે દિવસે જ સેશન્સ કોર્ટમાં સાત જેટલી અપીલ થઈ હતી. અને સજા પામેલા દસેય આરોપી જામીન ઉપર છૂટયા હતા.આ અપીલો સંદર્ભેનો કેસ ચાલી જતા એડિશનલ સેશન્સ જજ એચ.એમ. પવારે આજે બપોર બાદ ચુકાદો આપવાનું જણાવ્યું હતું ,જે સંદર્ભે અદાલત સંકુલ ખાતે કોંગ્રેસ સહિતના કાર્યકરોનો સમુદાય એકઠો થઈ ગયો હતો.
cinema halls / ફિલ્મ રસિકો માટે ખુશીના સમાચાર, 100 ટકા કેપેસિટી સાથે ખુલશે સિનેમા હોલ, SOP જાહેર
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
