Gujarat News : ગુજરાતના ખેડૂતો (Farmers) માટે રાજ્ય સરકારે બે મહત્વપૂર્ણ નિર્ણયો જાહેર કર્યા છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ બાજરી, મકાઈ અને જુવારની ટેકાના ભાવે ખરીદીની મર્યાદામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી રાજ્યના હજારો ખેડૂતોને સીધો લાભ મળશે અને તેમની આવકમાં વધારો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ખેડૂતો (Farmers) દીઠ ખરીદી મર્યાદામાં અંદાજે 75 ટકાનો વધારો કરવામાં આવ્યો

નવી જોગવાઈ મુજબ હવે બાજરીની ખરીદી મર્યાદા પ્રતિ ખેડૂત 2000 કિલોગ્રામમાંથી વધારીને 3500 કિલોગ્રામ કરવામાં આવી છે. એટલે કે ખેડૂતો (Farmers) દીઠ ખરીદી મર્યાદામાં અંદાજે 75 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આ નિર્ણય અન્ન, નાગરિક પુરવઠા અને કૃષિ વિભાગના અધિકારીઓ સાથે યોજાયેલી બેઠક બાદ લેવામાં આવ્યો હોવાનું જણાવાયું છે.
સરકારે ખેતી સુરક્ષા સાથે જોડાયેલી તાર ફેન્સિંગ યોજનામાં પણ મહત્વપૂર્ણ ફેરફાર કર્યા છે. હવે સહાય મેળવવા માટે મહત્તમ 1 હેક્ટર વિસ્તારનું ક્લસ્ટર જ માન્ય ગણાશે. અગાઉ 2 હેક્ટર સુધીના વિસ્તાર માટે ક્લસ્ટર બનાવી સહાય મેળવવાની જોગવાઈ હતી.
નવી માર્ગદર્શિકા અનુસાર ખેડૂતો (Farmers)ને તાર ફેન્સિંગ માટે રનિંગ મીટર દીઠ રૂ. 300 અથવા કુલ ખર્ચના 40 ટકા પૈકી જે રકમ ઓછી હોય તે મુજબ સહાય આપવામાં આવશે. સરકારનો ઉદ્દેશ વધુમાં વધુ ખેડૂતો સુધી યોજનાનો લાભ પહોંચાડવાનો હોવાનું માનવામાં આવે છે.
સરકારે સ્પષ્ટ કર્યું છે કે જૂના તારના વાડના સમારકામ કે મરામત માટે કોઈ સહાય આપવામાં આવશે નહીં. માત્ર નવા તાર ફેન્સિંગના નિર્માણ માટે જ આર્થિક સહાય ઉપલબ્ધ રહેશે. આ પગલાનો મુખ્ય હેતુ ખેતી પાકને રખડતા પશુઓ અને જંગલી પ્રાણીઓથી સુરક્ષિત રાખવાનો છે.
ખેડૂતો (Farmers) ના હિતને કેન્દ્રમાં રાખીને લેવામાં આવેલા આ બંને નિર્ણયો કૃષિ ક્ષેત્રને વધુ મજબૂત બનાવવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે.
