Not Set/ અકસ્માત/ લીંબડી હાઇવે પર આઇસર-બાઇકની ટક્કરમાં એકનું મોત – એક ઇજાગ્રસ્ત

અકસ્માતનો આંકડો ગુજરાતમાં દિન દુગની, રાત ચોગુણી પ્રગતિ કરતો હોય તેવું લાગી રહ્યું છે. ગુજરાતનાં કોઇને કોઇ રોડ રોજ કોઇનાં લોહીથી ખરડાયેલો જોવામાં આવે છે. અકસ્માતોમાં પણ બાઇક સવાર સાથે ઘટી રહેલી અકસ્માતની ઘટનાનો આંકડો કુદકે અને ભૂસકે વધી રહ્યો હોય તેવું નોંધવામાં આવી રહ્યું છે. ક્યાંક બે બાઇકની ટક્કર તો ક્યાંક કોઇ મોટા વાહનની […]

Gujarat Others

અકસ્માતનો આંકડો ગુજરાતમાં દિન દુગની, રાત ચોગુણી પ્રગતિ કરતો હોય તેવું લાગી રહ્યું છે. ગુજરાતનાં કોઇને કોઇ રોડ રોજ કોઇનાં લોહીથી ખરડાયેલો જોવામાં આવે છે. અકસ્માતોમાં પણ બાઇક સવાર સાથે ઘટી રહેલી અકસ્માતની ઘટનાનો આંકડો કુદકે અને ભૂસકે વધી રહ્યો હોય તેવું નોંધવામાં આવી રહ્યું છે. ક્યાંક બે બાઇકની ટક્કર તો ક્યાંક કોઇ મોટા વાહનની બાઇકને ટક્કર. રાજકોટમાં મંગળવારે કારે બે બાઇકને ટક્કર મારી અને એક જીવન હોમાય ગયું ત્યા આજે ફરી સુરેન્દ્રનગર જીલ્લામાંથી આવી જ ઘટના સામે આવી રહી છે.

સુરેન્દ્રનગર જીલ્લાનાં રાજકોટ- અમદાવાદ નેશનલ હાઈવે પર લીંબડી નજીક અકસ્માત સર્જાતા છે. અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું છે. હાઇવે પર આઈસર અને બાઈક વચ્ચે ટક્કરનાં દ્રશ્યો સર્જાયા હતા અને ગંભીર અકસ્માત સર્જાતા બાઈકસવારનું ઘટના સ્થળ પર જ મોત નિપજ્યું હતું. તો અન્ય એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે લીંબડી હોસ્પિટલ ખસેડાયો હતો. જાણે રાજકોટની ઘટના પૂનરાવર્તન પામી હોય તેવી રીતે એકનું મોત અને એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા છે.

https://youtu.be/FbbfmgGvrHo

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.