મધ્યપ્રદેશથી ઇન્દોર જઇ રહેલી ફ્લાઇટમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવી પડી હતી. બન્યું એવું કે ગુરુવારે (25 ડીસેમ્બર) સ્પાઇસ જેટ વિમાનમાં મુસાફર બીમાર પડ્યો હતો. જેના પગલે ઇમરજન્સી લેન્ડિંગ થયું હતું. જો કે બાદમાં તે વ્યક્તિનું મોત નીપજ્યું હતું. એક સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે કે સ્પાઈસ જેટ એસજી -406 ની ફ્લાઇટમાં 26 ડિસેમ્બર 2019 ના રોજ અમદાવાદથી કોલકાતા જઇ રહી હતી. ફ્લાઇટ બપોરે સાડા બાર વાગ્યે લેન્ડીંગ કરી હતી.
આ ફ્લાઇટ ઇન્દોરમાં ઉતરી ત્યારબાદ એરપોર્ટ મેનેજર તેમજ એમ્બ્યુલન્સ અને એરપોર્ટ એથોરિટી ઓફ ઈન્ડિયા (એએઆઈ) ના ઓન ડ્યુટી ડોક્ટર તુરંત જ જયવિજય વાઘુ નામના મુસાફર પાસે ગયા, જેમને સારવાર માટે બંથિયા હોસ્પિટલમાં રિફર કરાયા હતા.
નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે બંથિયા હોસ્પિટલમાંથી એમવાય સરકારી હોસ્પિટલ ઈન્દોરમાં સારવાર માટે મોકલવામાં આવ્યા હતા જ્યાં કાર્ડિયક રેસ્ટના કારણે મુસાફરને મૃત જાહેર કરાયો હતો. માહિતી માટે આપને જણાવીદઈએ કે ફ્લાઇટ બપોરે 2 વાગ્યે તેના અંતિમ મુકામ માટે રવાના થઈ હતી.
અગાઉ પણ સામે આવી ચુકી છે આવી ઘટનાઓ
આપને જણાવી દઈએ કે વિમાનમાં મુસાફરોના મોતનો આ પહેલો કેસ નથી. આ પહેલા પણ આવી અનેક રિપોર્ટ આવી ચુકી છે. ગયા વર્ષે એર ઇન્ડિયાના વિમાનમાં કોલકાતાથી દિલ્હી જઇ રહેલા મુસાફરની તબિયત લથડતા તેનું મોત નીપજ્યું હતું. આ મુસાફર કોલકાતાથી દિલ્હી જઇ રહ્યો હતો. રસ્તામાં જ તેની તબિયત લથડતી હતી. વર્ષ 2015 ની શરૂઆતમાં, એર ઇન્ડિયાની ફ્લાઇટમાં મુસાફરનું પણ તબિયત લથડતાં તેનું મોત નીપજ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
