નવું વર્ષ કેન્દ્ર સરકારનાં કર્મચારીઓ માટે ઘણા સારા સમાચાર લાવશે. મોદી સરકાર આગામી વર્ષમાં કર્મચારીઓને મોટી ભેટ આપશે. મોદી સરકારની આ ભેટથી 50 લાખ સરકારી કર્મચારીઓ અને 62 લાખ પેન્શનરોને લાભ થશે. મોદી સરકાર જાન્યુઆરીથી સેન્ટ્રલ કર્મચારીઓનાં મોંઘવારી ભથ્થામાં વધારો કરવા જઈ રહી છે, જેના કારણે દર મહિને પગારમાં 10 હજાર રૂપિયા વધારો થઈ શકે છે.

એક અહેવાલ મુજબ, મોદી સરકાર જાન્યુઆરી-જૂન 2020 માટે કર્મચારીઓનાં મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કરી શકે છે. આ વધારા પછી કર્મચારીઓનો પગાર 720 રૂપિયાથી 10 હજાર રૂપિયા સુધી વધી શકે છે. સરકાર વર્ષમાં બે વખત કેન્દ્રીય કર્મચારીઓનાં મોંઘવારી ભથ્થામાં વધારો કરે છે. આ વધારો જાન્યુઆરી અને જૂનમાં કરવામાં આવે છે. નવા વર્ષમાં જાન્યુઆરીમાં મોંઘવારી ભથ્થું વધવાની ધારણા છે. હાલમાં કેન્દ્રીય કર્મચારીઓને 17 ટકા મોંઘવારી ભથ્થું મળી રહ્યું છે. જો મોદી સરકાર તેમાં 4 ટકાનો વધારો કરશે તો તે 21 ટકા થઇ જશે.

દેશનાં સરકારી કર્મચારીઓનું જીવનધોરણ સુધારવા માટે મોંઘવારી ભથ્થું આપવામાં આવે છે. મોંઘવારીમાં વધારો થવા છતાં કર્મચારીનાં જીવનધોરણમાં કોઈ સમસ્યા ન આવે, તેથી આ ભથ્થું આપવામાં આવે છે. આ ભથ્થું સરકારી કર્મચારીઓ, જાહેર ક્ષેત્રનાં કર્મચારીઓ અને પેન્શનરોને આપવામાં આવે છે. તે મૂળભૂત પગારની ટકાવારી તરીકે ચૂકવવાપાત્ર છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
