વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજથી પોતાના 2 દિવસનાં કર્ણાટક પ્રવાસમાં રહેશે. આ સમય દરમિયાન તે કર્ણાટકનાં વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે, ગુરુવારે તે તુમાકુરુમાં સિદ્ધગંગા મઠથી પોતાના પ્રવાસની શરૂઆત કરશે. વડા પ્રધાન કાર્યાલય તરફથી ટ્વીટ કરી પીએમ મોદીનાં કાર્યક્રમ વિશે માહિતી આપવામાં આવી છે. આપને જણાવી દઈએ કે, નવા વર્ષમાં પીએમ મોદી પ્રથમ વખત કર્ણાટક પહોંચશે.
પીએમઓનાં ટ્વીટમાં જણાવવામાં આવ્યું છે કે પીએમ મોદી કર્ણાટકનાં સિદ્ધગંગા મઠની મુલાકાત લેશે. તે પછી, તે તુમાકુરૂમાં એક જાહેર સભાને સંબોધન કરશે, વડા પ્રધાન મોદી સાથે અનેક રાજ્યોને કૃષિ સમ્માન એવોર્ડ અને પ્રશસ્તિ પત્રોથી સમ્માનિત પણ કરશે. આ કાર્યક્રમમાં પીએમ મોદી દેશનાં પ્રગતિશીલ ખેડૂતોને કૃષિ મંત્રીનો કૃષિ સમ્માન એવોર્ડ આપશે.
Prime Minister's Office: On 2nd and 3rd January 2020, PM Narendra Modi will be participating in various programmes in Karnataka. The first programme tomorrow will be a visit to the Sree Siddaganga Mutt in Tumakuru. (File pic) pic.twitter.com/zMgVtRcZQc
— ANI (@ANI) January 1, 2020
પીએમઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, વડા પ્રધાન ખેડૂત સમ્માન નિધિનો ત્રીજો હપ્તો પણ આ કાર્યક્રમમાં રજૂ કરવામાં આવશે. જેમાં આશરે 6 કરોડ લાભાર્થીઓને લાભ થશે. આ કાર્યક્રમમાં વડા પ્રધાન મોદી વડા પ્રધાન કિશાન સમ્માન નિધિ દ્વારા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી લાભ મેળવતા લાભાર્થીઓને પ્રમાણપત્ર પણ સોંપશે. આ સિવાય પીએમ મોદી તેમની બે દિવસીય મુલાકાત પર ભારતીય વિજ્ઞાન કોંગ્રેસને પણ સંબોધન કરશે. કર્ણાટકની તેમની મુલાકાત દરમિયાન પીએમ મોદી બેંગ્લુરુમાં 5 ડીઆરડીઓ યંગ સાયન્ટિફિક લેબોરેટરીઓને રાષ્ટ્રને સમર્પિત કરશે. પીએમ મોદીએ પહેલા જ કહ્યું હતું કે, સંરક્ષણ ક્ષેત્રમાં સ્વદેશી સંશોધન ક્ષમતાને આ પ્રયોગશાળાઓ દ્વારા વેગ મળશે. પ્રવાસનાં બીજા દિવસે એટલે કે શુક્રવારે પીએમ મોદી ભારતીય વિજ્ઞાન કોંગ્રેસને પણ સંબોધન કરશે.
PMO: The event will also witness the release of the 3rd installment of PM Kisan (Pradhan Mantri Kisan Samman Nidhi). This will benefit approximately 6 crore beneficiaries. Prime Minister will also hand over Certificates to beneficiaries under PM Kisan from various States/UTs.
— ANI (@ANI) January 1, 2020
નવા વર્ષ નિમિત્તે પીએમ મોદીએ પાકિસ્તાનનાં પીએમ ઇમરાન ખાન સિવાય લગભગ તમામ પાડોશી દેશોનાં ટોચનાં નેતાઓ સાથે ફોન પર વાત કરી હતી અને તેમને અભિનંદન સંદેશ આપ્યો હતો. વડા પ્રધાન કાર્યાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, નવા વર્ષ નિમિત્તે પીએમ મોદીએ ભૂતાનનાં રાજા જિગ્મે ખેસર નામગ્યાલ વાંગચુક સાથે પહેલી વાર ફોન પર વાત કરી હતી અને ભુતાનનાં વડા પ્રધાન લોટ્ટે તશેરિંગને શુભેચ્છા પાઠવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
