રાજ્યમાં હજુ પણ અકસ્માતની ઘટનાઓ અટકવાનું નામ નથી લઇ રહી. એક પછી એક રોડ અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. જેમ જેમ અકસ્માતની ઘટના વધી રહી છે તેમ તેમ અકસ્માતમાં જીવ ગુમાવનારનો આંકડો પણ વધી રહ્યો છે. આવામાં રાજકોટ અને વડોદરાની વધુ બે અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં વડોદરામાં બે લોકોના મોત નીપજ્ય છે જ્યારે રાજકોટમાં કાર ચાલકને અકસ્માત બાદ ઢોરમાર મારવામાં આવ્યો હતો.
વડોદરા
જો વાત કરીએ વડોદરાની તો વડોદરામાં ગત મોડી રાત્રે રીક્ષા અને બલેનો કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં બે લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્ય હતા. મળતી માહિતી અનુસાર વડોદરામાં નિઝામપુરા મહેસાણાનગર સર્કલ પાસે આ અકસ્માતમાં સજાયો હતો.જેમાં રીક્ષામાં સવાર બે લોકોનાં મોત નિપજ્યા હતા.

અકસ્માત સર્જાતો લોકોના ટોળે-ટોળા ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને ઘટનાની જાણ પોલીસને કરી હતી. પોલીસે ઘટના સ્થળે પહોચીને આગળની કાર્યવાહી હાથધરી હતી.
રાજકોટ
રાજકોટના કોટેચા સર્કલ પાસે બે કાર ફોર્ચ્યુનર અને અન્ય કાર વચ્ચે અકસ્માત સજાયો હતો.જેમાં ફોર્ચ્યુનર કારમાં સવાર લોકોએ અન્ય કારનાં ચાલકોને ઢોરમાર મારતા ભારે હોબાળો થયો હતો.જો કે આ મામલે મારમારનાર લોકોની પોલીસે ધરપકડ કરી હતી. જણાવીએ કે પોલીસ આરોપીઓની ધરપકડ કરે તે પહેલા લોકોનાં ટોળાએ આરોપીઓને માર માર્યો હતો.

આ અકસ્માતમાં અન્ય સફેદ રંગની કારને આગળનાં ભાગમાં ઘણું નુકસાન થયેલું જોવા મળી રહ્યું છે.
રાતે થયેલા આ અકસ્માતમાં ફોર્ચ્યુનર કારમાં જૂનાગઢનાં શખ્સો સવાર હતાં. આ લોકોએ અકસ્માત બાદ સામેવાળી કારનાં લોકોને માર માર્યો હતો. આ જોતા જ ત્યાં ભેગુ થયેલુ ટોળું માર મારી રહેલા ફોર્ચ્યુનર કારનાં શખ્સોને મેથીપાક આપીને પોલીસને જાણ કરી હતી. જે બાદ પોલીસે આ લોકોની ધરપકડ કરીને તેમની કાર પણ જપ્ત કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
