વૈજ્ઞાનિકો એક એવી બેટરી બનાવવામાં સફળ થયા છે જે એકવાર ચાર્જ કરવાથી તમારા સ્માર્ટફોનને સતત પાંચ દિવસ સુધી પાવર આપી શકે છે. એટલું જ નહીં, જો તમે લિથિયમ અને સલ્ફરથી બનેલી આ બેટરીનાં મોટા ફોર્મને સંપૂર્ણ રીતે ચાર્જ કરો છો, તો તેનાથી સરળતાથી 1000 કિ.મી. સુધી ઇલેક્ટ્રિક વાહન ચલાવી શકાય છે.
ઓસ્ટ્રેલિયાની મોનાશ યુનિવર્સિટીનાં સંશોધક મહદોખત શાબાની અને તેના સાથીઓએ લિથિયમ સલ્ફર બેટરી વિકસાવી છે, જે લિથિયમ આયન બેટરી કરતા પાંચ ગણી વધારે ચાલે છે. આ બેટરીની વિશેષતા એ છે કે તે વારંવાર ચાર્જ કર્યા પછી પણ તેના વીજ પુરવઠામાં ઘટાડો થતો નથી, એટલે કે, તે 200 વખત ચાર્જ કર્યા પછી પણ 99% જેટલી ઉર્જા સપ્લાય બની રહે છે.
વળી, લિથિયમ-આયન બેટરીને વારંવાર ચાર્જ કરવા પર તેની ક્ષમતામાં ઘટાડો થાય છે. લિથિયમ સલ્ફરથી બનેલી બેટરીને કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સમાં ઉપયોગ માટે અવ્યવહારુ માનવામાં આવતી હતી, કારણ કે આમાંથી બનેલી બેટરીઓ સાથેનો સૌથી મોટો પડકાર કેથોડની અસ્થિરતા છે, પરંતુ હવે સંશોધનકારોએ તેનો ઉપાય શોધી કાઠ્યો છે. તેઓએ એક એવુ કેથોડ વિકસાવ્યુ છે જે ચાર્જ થયા બાદ આકારમાં થતા ફેરફારો અટકાવવા માટે સક્ષમ છે.
લિથિયમ સલ્ફરથી બેટરીઓ બનાવતા વૈજ્ઞાનિક મહ્દોખત શાબાનીએ જણાવ્યું હતું કે, “આ બેટરી સલ્ફર-આયનમાંથી બનેલી બેટરી કરતા પાંચ ગણી વધારે શક્તિશાળી છે.” આની મદદથી, સ્માર્ટફોનથી ઇલેક્ટ્રિક વાહનો સુધી ઘણી બધી બેટરીઓ બનાવી શકાય છે. કારણ કે સલ્ફર મોટી માત્રામાં ઉપલબ્ધ છે અને તે ખૂબ સસ્તું પણ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
