Not Set/ અરવલ્લી/ ગુમ થયેલી યુવતીની ઝાડ પર લટકતી લાશ મળી, દુષ્કર્મ થયાનો આરોપ

અરવલ્લી જીલ્લાના મોડાસામાં સાયરા-દધાલિયા રોડ પર વડના ઝાડ પરથી એક યુવતીની લાશ મળી આવતા ચકચાર મચી ગઈ છે. મૃતદેહ મળતાથી સાથે આ યુવતીની ઓળખ થઈ ગઈ છે. જણાવીએ કે આ યુવતી મોડાસાની છે અને 5 દિવસ પહેલા ગૂમ થઇ ગઈ હતી.પરિવારે યુવતીને દુષ્કર્મ કરી લટકાવી દીધી હોવાનો આક્ષેપ કર્યો છે. પરિવારે 31મી ડિસેમ્બરે યુવતીના ગુમ […]

Top Stories Gujarat Others

અરવલ્લી જીલ્લાના મોડાસામાં સાયરા-દધાલિયા રોડ પર વડના ઝાડ પરથી એક યુવતીની લાશ મળી આવતા ચકચાર મચી ગઈ છે. મૃતદેહ મળતાથી સાથે આ યુવતીની ઓળખ થઈ ગઈ છે. જણાવીએ કે આ યુવતી મોડાસાની છે અને 5 દિવસ પહેલા ગૂમ થઇ ગઈ હતી.પરિવારે યુવતીને દુષ્કર્મ કરી લટકાવી દીધી હોવાનો આક્ષેપ કર્યો છે.

પરિવારે 31મી ડિસેમ્બરે યુવતીના ગુમ થવાની અરજી આપી હતી.આ ઘટનાની જાણ થતા જ એલસીબી અને રૂરલ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને આ મામલે તપાસ હાથ ઘરી હતી.

 પોલીસે યુવતીની લાશનું પોસ્ટમોર્ટમ કરવાની તજવીજ હાથ ધરી હતી. જોકે, આ ઘટનાના કારણે લોકોમાં રોષનો માહોલ જોવા મળ્યો હતો. સુરક્ષિત ગુજરાતમાં મહિલાઓની આવી સલામતીના કારણે જંગલ રાજના ભણકારા વાગી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે દલિત સમાજની આ યુવતીની રહસ્યમય લાશ મળી આવતા સમગ્ર પરિવારમાં રોષ વ્યાપી ગયો છે.  સાથે સાથે લાશ મળી આવતા ઘનતા સ્થળે લોકાના ટોળેને ટાળો ઉમટી ગયા હતા.

આ મામલે પોલીસે યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.