Not Set/ ગુજરાત/ જસદણ, વઢવાણ અને પાલીતાણા નગરપાલિકાની પેટાચૂંટણી 27 જાન્યુ-એ યોજાશે

3 નગરપાલિકાની 3 બેઠકો માટેની પેટાચૂંટણી રાજ્યચૂંટણીપંચે બહાર પાડ્યું જાહેરનામું આજથી ઉમેદવારીપત્રો ભરવાની પ્રક્રિયાનોપ્રારંભ 15 જાન્યુ. સુધી ઉમેદવારી પરત ખેંચી શકાશે 29 જાન્યુ. એ મતગણતરી ગુજરાતમાં જિલ્લા અને તાલુકા પંચાયતની પેટા ચૂંટણી બાદ  હવે નગરપાલિકાની ખાલી પડેલી બેઠકો માટેની પેટાચૂંટણી 27 જાન્યુ. એ યોજાશે. આજે આ અંગેનું જાહેરનામું રાજ્યચૂંટણીપંચે જાહેર કર્યું છે. જાહેરનામું પ્રસિદ્ધ થતાંની […]

Top Stories

3 નગરપાલિકાની 3 બેઠકો માટેની પેટાચૂંટણી

રાજ્યચૂંટણીપંચે બહાર પાડ્યું જાહેરનામું

આજથી ઉમેદવારીપત્રો ભરવાની પ્રક્રિયાનોપ્રારંભ

15 જાન્યુ. સુધી ઉમેદવારી પરત ખેંચી શકાશે

29 જાન્યુ. એ મતગણતરી

ગુજરાતમાં જિલ્લા અને તાલુકા પંચાયતની પેટા ચૂંટણી બાદ  હવે નગરપાલિકાની ખાલી પડેલી બેઠકો માટેની પેટાચૂંટણી 27 જાન્યુ. એ યોજાશે. આજે આ અંગેનું જાહેરનામું રાજ્યચૂંટણીપંચે જાહેર કર્યું છે. જાહેરનામું પ્રસિદ્ધ થતાંની સાથે જ આજથી ઉમેદવારીપત્રો ભરવાની પ્રક્રિયાનો પ્રારંભ થયો છે.

રાજ્યચૂંટણીપંચના જાહેરનામામાં જણાવ્યા મુજબ 11 જાન્યુ. ઉમેદવારીપત્રો સ્વીકારવાની અંતિમ તારીખ રહેશે. 13 જાન્યુઆરીએ ઉમેદવારીપત્રોની ચકાસણી પ્રક્રિયા કરાશે. 15 જાન્યુ. સુધી ઉમેદવારીપત્રો પરત ખેંચવાની અંતિમ તારીખ રહેશે. 27 જાન્યુઆરીએ સવારે 8 થી સાંજે 5 સુધી મતદાન યોજાશે. 29 જાન્યુઆરીએ મતગણતરી થશે. રાજ્યચૂંટણીપંચના જણાવ્યા મુજબ રાજકોટ જિલ્લા જસદણ , ભાવનગરજિલ્લાના પાલીતાણા અને સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ નગરપાલિકામાં ખાલી પડેલી 3 બેઠકો માટે પેટાચૂંટણી યોજાશે.

અરૂણ શાહ, મંતવ્યન્યૂઝ , ગાંધીનગર..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.