મુંબઈમાં ગેટવે ઓફ ઈન્ડિયા ખાતે એક વિરોધ પ્રદર્શન દરમિયાન કાશ્મીરની આઝાદીની માંગણી કરતા પોસ્ટરો દેખાયા હતા. દેખાવો દરમિયાન એક મહિલા દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલા આ પોસ્ટરો મામલે ભાજપ દ્વારા મહારાષ્ટ્રની આગાડી સરકાર અને ખાસ કરીને પૂર્વે મહારાષ્ટ્ર સરકારમાં ભાજપનાંં સાથી શિવસેના પર આકરા પ્રહારો કરવામાં આવ્યા છે. આપને જણાવી દઇએ કે ભાજપનાં એક નેતા દ્વારા આ મામલે શિવસેના પર નિશાન તાકતા શિવસેનાને સોનિયા સેના પણ કહી દેવામાં આવી છે. આટલુ જ નહીં પરંતુ ભાજપનાં આ નેતા દ્વારા આ સિવાય પણ અનેક ઘતક પ્રહારો શિવસેના પર કરવામાં આવ્યા છે.
Now Shiv Sena’s Sanjay Raut defends the “Free Kashmir” poster at Mumbai Protests.
Believe me friends these Sonia Sainikis in an attempt to show their allegiance to #TukdeTukdeGang may soon be heard badmouthing Sh Ram & may soon turn up with their own version of “Hindu Terrorism”!— Sambit Patra (@sambitswaraj) January 7, 2020
સમગ્ર ઘટના આવી છે કે, ભાજપના નેતા સંબતિ પાત્રાએ કહ્યું છે કે શિવસેનાએ મુંબઈમાં ગેટવે ઓફ ઈન્ડિયા ખાતે એક પ્રદર્શન દરમિયાન કાશ્મીરની આઝાદીની માંગણી કરતા પોસ્ટરો લગાડવામાં આવ્યા હતા તેના પર પૂરતું ધ્યાન આપ્યું નથી, ત્યારે શિવસેના હવે ‘સોનિયા સેના’ બની ગઈ છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, ‘શિવસેનાના સંજય રાઉત મુંબઈ પ્રદર્શનમાં કાશ્મીરની આઝાદીના પોસ્ટરોનો બચાવ કરી રહ્યા છે. મારો વિશ્વાસ કરો, આ સોનિયા સૈનિકો ટૂંક સમયમાં ભગવાન રામ વિશે અપશબ્દો બોલશે અને આ ગેંગ પ્રત્યેની તેમની નિષ્ઠા દર્શાવવા માટે હિન્દુ આતંકવાદ પર તેમનો સંસ્કરણ લાવશે.
Sanjay Raut,Shiv Sena: I read in newspaper that those who held 'free Kashmir' banner clarified that they want to be free of restrictions on internet services,mobile services and other issues. Also, if anyone talks of freedom of Kashmir from India then it will not be tolerated. pic.twitter.com/Mi03MkQ3JU
— ANI (@ANI) January 7, 2020
આપને જણાવી દઇએ કે, શરૂઆતમાં શિવસેનાના નેતાઓ સંજય રાઉત અને આદિત્ય ઠાકરેએ દાવો કર્યો હતો કે મુંબઇના ગેટવે ઓફ ઈન્ડિયા ખાતે વિરોધ પ્રદર્શન દરમિયાન ફ્રી કાશ્મીરનાં પોસ્ટર દેખાવા બાબતે સ્પષ્ટા કરી હતી કે, આ પોસ્ટરો જમ્મુ-કાશ્મીર રાજ્યમાં ઇન્ટરનેટ અને મોબાઇલ સેવાઓ પરના પ્રતિબંધ વિશે હતા. જોકે, તે પણ ઉલ્લેખનીય છે કે, શિવસેનાનાં સાંસદ સંજય રાઉતે ખાતરી આપી હતી કે, શિવસેના કાશ્મીરની આઝાદી માટેની માંગને સહન કરશે નહીં.
Protest is for what exactly?
Why slogans of “Free Kashmir”?
How can we tolerate such separatist elements in Mumbai?
‘Free Kashmir’ slogans by Azadi gang at 2km from CMO?
Uddhav ji are you going to tolerate this Free Kashmir Anti India campaign right under your nose???@OfficeofUT https://t.co/zkWRjxuTqA— Devendra Fadnavis (@Dev_Fadnavis) January 6, 2020
પોસ્ટર મામલે પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ શિવસેના પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે પ્રદર્શનના આધારે પ્રશ્નો ઉભા કર્યા હતા કે, મુંબઈમાં આવા ભાગલાવાદી તત્વોને કેવી રીતે સહન કરવામાં આવે છે? ફડણવીસે પૂછ્યું, ‘ JNUમાં હુમલાનો વિરોધ કરવા માાટે નું હતું? તો કાશ્મીરની આઝાદીના નારા કેમ લગાવાયા ? મુંબઈમાં આવા અલગતાવાદી તત્વોને આપણે કેવી રીતે સહન કરી શકીએ? ‘ ફડણવીસે ટ્વીટ કર્યું, ‘આઝાદી ગેંગે મુખ્યમંત્રી કાર્યાલયથી 2 કિમી દૂર કાશ્મીરની આઝાદીના નારા લગાવ્યા. ઉદ્ધવજી, તમે ભારત વિરોધી અભિયાનને તમારા નાક નીચે ચાલવા દો છો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
