Political/ પ્રિયંકાનો સરકારને કટાક્ષ, કહ્યુ-હવે આ દિવસોનું નામ ‘અચ્છે દિન’ રાખવું જોઇએ…

ઉત્તર પ્રદેશનાં પ્રભારી અને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં સતત વધારા માટે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. પ્રિયંકા ગાંધીએ કટાક્ષમાં લખ્યું હતું કે, ‘ભાજપ સરકારે અઠવાડિયાનાં તે દિવસનું નામ ‘અચ્છે દિન’ રાખવું જોઈએ, જે દિવસે ડીઝલ અને પેટ્રોલની કિંમતોમાં વધારો ન થાય.’ તેની સાથે એક તસવીર પણ શેર કરવામાં […]

India

ઉત્તર પ્રદેશનાં પ્રભારી અને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં સતત વધારા માટે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. પ્રિયંકા ગાંધીએ કટાક્ષમાં લખ્યું હતું કે, ‘ભાજપ સરકારે અઠવાડિયાનાં તે દિવસનું નામ ‘અચ્છે દિન’ રાખવું જોઈએ, જે દિવસે ડીઝલ અને પેટ્રોલની કિંમતોમાં વધારો ન થાય.’ તેની સાથે એક તસવીર પણ શેર કરવામાં આવી છે, જેમાં લખ્યું છે, “તેલની કિંમતો ફરીથી ગગનચુંબી.”

NEW DELHI / કોરોના કાળમાં કેન્દ્ર અને રાજ્યએ સાથે મળીને કર્યું કામ ત્યારે મળી સફળતા : PM મોદી

યુપીમાં આવતા વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પ્રિયંકા ગાંધી અહી ખૂબ જ સક્રિય દેખાઈ રહી છે. તેઓ સતત સરકારની નીતિઓ પર સવાલો ઉભા કરી રહી છે. અલગ-અલગ શહેરોમાં જઇને ખેડૂતોનાં મુદ્દાઓ પર સરકારને સવાલો કરતી પ્રિયંકા શનિવારે મુઝફ્ફરનગરની મુલાકાત કરશે. તે મુઝફ્ફરનગરનાં બાગરા ગામમાં ખેડૂતોને સંબોધન કરશે. આ પહેલા, પ્રિયંકા ગાંધી સહારનપુર અને યુપીનાં બિજનૌરમાં યોજાયેલી કિસાન મહાપંચાયતમાં જોડાઈ ચુકી છે. પ્રિયંકા સતત ખેડૂત આંદોલનને લઈને સરકાર પર હુમલો કરી રહી છે. ફેબ્રુઆરીથી અત્યાર સુધી પ્રિયંકા ચાર વખત યુપીની મુલાકાતે આવી ચુકી છે.

ભાવ વધારો / સતત 12માં દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો, મુંબઈ અને દિલ્હીમાં આટલા રૂપિયાનો વધારો

આપને જણાવી દઇએ કે, વૈશ્વિક સ્તરે ક્રૂડ તેલનાં ભાવ સ્થિર હોવા છતાં, દેશમાં 12 માં દિવસે પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં ભારે વધારો થયો છે. શનિવારે દિલ્હીમાં પેટ્રોલ 39 પૈસા પ્રતિ લીટર મોંઘુ થઈ ગયું છે. આ પછી દિલ્હીમાં આજે પેટ્રોલ 90.58 રૂપિયા પ્રતિ લિટર વેચાઇ રહ્યું છે. વળી, ડીઝલમાં પણ 37 પૈસાનો વધારો થયો છે, ત્યારબાદ ડીઝલની કિંમત પ્રતિ લિટર 80.97 રૂપિયા પર પહોંચી ગઈ છે. છેલ્લા 12 દિવસમાં પેટ્રોલ 3.28 રૂપિયા અને ડીઝલ 3.49 રૂપિયા મોંઘુ થઈ ગયું છે. દિલ્હીમાં પેટ્રોલ-ડીઝલ અગાઉ ક્યારેય 90 પાર કરી શક્યું નથી. હાલમાં, લગભગ દરેક શહેરમાં પેટ્રોલ અને ડીઝલ બંનેનાં ભાવ એકંદરે ઉચ્ચતમ સ્તરે છે.

ભાવ વધારો: પેટ્રોલ-ડીઝલ બાદ હવે અદાણીએ CNG અને PNGના ભાવમાં કર્યો આટલો વધારો

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ