કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહે વસ્તી નિયંત્રણ વિશે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યુ છે. તેમણે કહ્યું છે કે તેના પર એવો કાયદો પસાર થવો જોઈએ જે દરેક માને અને જે ન માને તેનો મતાધિકાર રદ કરી દેવો જોઇએ. જનસંખ્યા સમાધાન ફાઉન્ડેશન અને હિન્દુ જાગરણ મંચ પર સીએએનાં સમર્થનમાં આયોજિત કાર્યક્રમમાં તેમણે આ વાત કહી હતી. આ કાર્યક્રમ સહારનપુરમાં યોજાયો હતો.
આ દરમિયાન સિંહે કહ્યું હતું કે, જે લોકો વસ્તી નિયંત્રણ અધિનિયમમાં વિશ્વાસ નથી કરતા તેઓ પર આર્થિક અને કાનૂની પ્રતિબંધો લાદવા જોઈએ. તેમણે દેવબંદને આતંકવાદની ગંગોત્રી ગણાવી અને કહ્યું કે હાફિઝ સઇદથી લઇને દેશ દુનિયામાં હાજર આતંકીઓનાં તાર દેવબંદ સાથે જોડાયેલા છે. તેમણે કહ્યું કે, ગયા વર્ષે જનસંખ્યા સમાધાન ફાઉન્ડેશનનાં બેનર હેઠળ કાયદો બનાવવા માટે તેમણે 125 સાંસદોની સહી સાથેનો પત્ર રાષ્ટ્રપતિને સુપ્રત કર્યો છે.
સિંહનાં જણાવ્યા અનુસાર 11 ઓક્ટોબર, 2019 નાં રોજ, મેરઠથી દિલ્હી સુધીની પદ યાત્રા પણ કરવામા આવી. જેમાં 300 જેટલી રેલીઓનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે, વસ્તી નિયંત્રણ અંગે કડક કાયદો બનાવવો જોઈએ. જેથી દેશમાં વસ્તી નિયંત્રણ અમલમાં આવી શકે. જો આ કરવામાં નહીં આવે તો દેશનો વિકાસ થઈ શકશે નહીં. આ કાયદો દેશનાં વિકાસ માટે ખૂબ મહત્વનો છે.
ગિરિરાજસિંહે એમ પણ કહ્યું હતું કે, જે લોકો સીએએનો વિરોધ કરી રહ્યા છે તે બધા ખોટા છે. કોઈ પણ ભારતીયની નાગરિકતાને કોઈ ખતરો નથી, છતાં પણ લોકો સમજવા તૈયાર નથી. આ સિવાય તેમણે કહ્યું કે જ્યારે દેશનું વિભાજન થયું ત્યારે તે ધર્મનાં નામે થયુ હતું. જો તે ધર્મનાં નામે ન હોત તો પાકિસ્તાનમાં બધા મુસ્લિમો અને ભારતમાં બધા હિન્દુઓ ન હોત. દિલ્હીમાં સીએએ વિરુદ્ધ થઇ રહેલા પ્રદર્શનો પર તેમણે કહ્યું કે કોઈ ભારતને ઇસ્લામિક દેશ બનાવવા, તો કોઈ સીએએને ખોટું ગણાવી રહ્યા છે. જ્યારે આ કાયદો કોઈ પણ ધર્મનાં ભારતીઓની નાગરિકતાને ખતરો પૈદા કરતુ નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
