Not Set/ નિર્ભયા ગેંગરેપનાં 4 આરોપીઓને જેલ નંબર -3 માં 22 જાન્યુઆરીએ સવારે 7 વાગ્યે ફાંસી આપવામાં આવશે

પટિયાલા હાઉસ કોર્ટ દ્વારા 2012નાં દિલ્હી ગેંગરેપ કે નિર્ભયા ગેંગરેપનાં તમામ ચાર હયાત આરોપીઓને ફાંસીની સજા તો પૂૂર્વે જ ફટકારી દેવામાં આવી હતી. પરંતુ સજાની અમલાવરીને કારણે આ અત્યંત ધ્રુણાસ્પદ ગેંગરેપ કેસ ફરી વિવાદમાં સપડોયો હતો અને ગેંગરેપની પીડિતાની માતા અને પિતા દ્વારા ફરી ફાંસીની સજાની અમલાવરી કરી તમામ ચાર નરાધમોને ફાંસીને માચડે લટકાવવામાં થઇ […]

Top Stories India

પટિયાલા હાઉસ કોર્ટ દ્વારા 2012નાં દિલ્હી ગેંગરેપ કે નિર્ભયા ગેંગરેપનાં તમામ ચાર હયાત આરોપીઓને ફાંસીની સજા તો પૂૂર્વે જ ફટકારી દેવામાં આવી હતી. પરંતુ સજાની અમલાવરીને કારણે આ અત્યંત ધ્રુણાસ્પદ ગેંગરેપ કેસ ફરી વિવાદમાં સપડોયો હતો અને ગેંગરેપની પીડિતાની માતા અને પિતા દ્વારા ફરી ફાંસીની સજાની અમલાવરી કરી તમામ ચાર નરાધમોને ફાંસીને માચડે લટકાવવામાં થઇ રહેલા વિલંબ મામલે કોર્ટનાં ધ્વાર ખખડાવવામાં આવ્યા હતા.

લાંબી કાનુની આંટીઘુંટી અને તારીખ પે તારીખ જેવા ક્યાસ પછી પટિયાલા હાઉસ કોર્ટ દ્વારા આજે તમામ ચારેય નરાઘમોને ફાંસી આપવા માટેનું ડેથ વોરંટ બજાવી દેવામાં આવ્યું છે. કોર્ટ દ્વારા નરાધમોને 22 જાન્યુઆરીએ ફાંસીનાં માંચડે લટકાડી દેવાન હુકમ કરી દેવામાં આવ્યો છે. ત્યારે આ નરાધમોને જેલ નંબર -3 માં 22 જાન્યુઆરીએ સવારે 7 વાગ્યે ફાંસી આપવામાં આવશે.  

કોર્ટ દ્વારા કરવામાં આવેલા હુકમ અનુસાર, 2012નાં દિલ્હી ગેંગરેપ કે નિર્ભયા ગેંગરેપનાં તમામ ચાર હયાત આરોપીઓને તિહાર જેલની, જેલ નંબર -3 માં 22 જાન્યુઆરીએ સવારે 7 વાગ્યે ફાંસી આપવામાં આવશે.

આપને જણાવી દઇએ કે, પટિયાલા હાઉસ કોર્ટ દ્વારા ડેથ વોરંટ ઇસ્યુ કરી દેવામાં આવવા અંગે દોષિતોના એડવોકેટે કહ્યું કે, ડેથ વોરંટથી કેસ ખતમ થતો નથી, વોરંટ અને ફાંસી વચ્ચે દયાની અરજી કરી શકાય છે. નિયમો અનુસાર, દોષિતને 14 દિવસ મળવા જોઈએ. ચારમાંથી એક અપરાધી અક્ષયે અદાલતમાં પોતાને નિર્દોષ જાહેર કર્યો છે અને કહ્યું છે કે મને દોષી ઠેરવવામાં આવી રહ્યો છે. તેણે એમ પણ કહ્યું હતું6 કે તે સુપ્રીમ કોર્ટમાં ક્યૂરેટીવ અરજી દાખલ કરશે. જો કે, ગુનેગારો પાસે હજી પણ ક્યુરેટિવ પિટિશન અને દયાની અરજી માટે વિકલ્પો છે.

તમામ વાતો વચ્ચે આપને જણાવી દઈએ કે હાલ આ તમામ આરોપી તિહાર જેલમાં છે. જેલ વહીવટી તંત્રની તૈયારીઓ જોતા લાગે છે કે તેમના વતી ફાંસીની તૈયારી અંતિમ તબક્કામાં છે. તિહાર જેલ પ્રશાસને ચારેય દોષીઓને એક સાથે લટકાવવાની વ્યવસ્થા કરી દીધી છે.

આશરે 25 લાખ રૂપિયાના ખર્ચે તિહાર જેલમાં નવું બોર્ડ બનાવવામાં આવ્યું હતું. આ પછી સ્પષ્ટ થઈ ગયું છે કે, ચારેયને એકસાથે ફાંસી આપવામાં આવશે. જાણીતું છે કે તિહાર જેલ પ્રશાસને અગાઉ કહ્યું હતું કે, ચારેય દોષીઓને એક સાથે ફાંસી આપવી જોઇએ.

તિહાડ જેલમાં એક પાટિયા પર એક સાથે બે લોકોને લટકાવવાની સિસ્ટમ પહેલેથી જ છે. આ સિવાય બીજુ પ્લેટફોર્મ પણ તૈયાર કરવામાં આવ્યું છે. જેલ વહીવટી તંત્રનું કહેવું છે કે, કોર્ટના આદેશ બાદ જેલ કક્ષાએ ફાંસી પર લટકાવવામાં કોઈ વિલંબ થશે નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.