Not Set/ અમદાવાદ/ NIAનાં નામે રોફ જમાવી, PIને પણ ભરાવી સલામ, પછી થયું આવું….

NIA એજન્સીના નામે રોફ જમાવતો આરોપી ફરિયાદી પોતે આરોપી બની ગયો ખોખરા પોલીસે વધુ એક ગુનો નોંધ્યો ઓળખ આપનાર યુવકની કરાઈ ધરપકડ અમદવાદામાં નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સીના નામે રોફ જમાવવો એક આરોપીને ભારે પડ્યો છે. અધિકારીના નામે રોફ જમાવી ફરિયાદ તો નોંધાવી દીધી,  પરંતુ જ્યારે અસલ હકીકત પોલીસ સામે આવી ત્યારે, ફરિયાદી પોતે આરોપી બની ગયો […]

Ahmedabad Gujarat
  • NIA એજન્સીના નામે રોફ જમાવતો આરોપી
  • ફરિયાદી પોતે આરોપી બની ગયો
  • ખોખરા પોલીસે વધુ એક ગુનો નોંધ્યો
  • ઓળખ આપનાર યુવકની કરાઈ ધરપકડ

અમદવાદામાં નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સીના નામે રોફ જમાવવો એક આરોપીને ભારે પડ્યો છે. અધિકારીના નામે રોફ જમાવી ફરિયાદ તો નોંધાવી દીધી,  પરંતુ જ્યારે અસલ હકીકત પોલીસ સામે આવી ત્યારે, ફરિયાદી પોતે આરોપી બની ગયો હતો. જે અંગે ખોખરા પોલીસે વધુ એક ગુનો નોંધી, ફરિયાદી અને NIA ના અધિકારીની ઓળખ આપનાર યુવકની જ ધરપકડ કરી હતી.  જોકે આરોપીની મદદ કરનારને પણ આરોપી તરીકે ધરપકડ કરવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ખોખરા પોલીસની કસ્ટડીમાં રહેલા આ આરોપીનુ નામ નાશીરખાન પઠાણ ઉર્ફે અમિત આર્યા છે.  જે નાશીર ખાને બે દિવસ પહેલા ખોખરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, પોતે NIA એટલે કે નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સીના ACP છે.  ઉપરાંત ખોખરાના બે આરોપીએ તેમને છરી બતાવી માર માર્યો છે.  જે અંગે તપાસ કરી પોલીસે બે આરોપીની ધરપકડ કરી પણ કરી હતી.

પરંતુ જ્યારે ફરિયાદી અને આરોપી બન્ને કોર્ટમાં પહોંચ્યા ત્યાં હકિકત સામે આવી કે અમિત આર્યા એટલે કે નાશીરખાન પઠાણ પાસે કોર્ટે એનઆઈએ નુ આઈડી કાર્ડ માંગ્યુ પરંતુ તે ન આપી શકતા ખોખરા પોલીસે ફરિયાદી વિરુધ્ધ તપાસ હાથ ધરી ગુનો નોંધ્યો અને ધરપકડ કરી હતી.  પરંતુ NIA ના નકલી અધીકારી બનવામાં મદદ કરનાર અન્ય એક આરોપી ગુલરેજ આલમ સૈયદની પણ ધરપકડ કરવામાં આવી છે.

બે દિવસ પહેલા જ્યારે NIA અધિકારી પોતાની ફરિયાદ લઈને ખોખરા પોલિસ મથક પહોંચ્યા હતા.  ત્યારે તેનો રૂઆબ કઈંક અલગ હતો, અને પીઆઈને પણ પોતાના હોદ્દાના નામે સલામ ભરાવી હતી.  જો કે બે દિવસમાં જ ફરિયાદીમાંથી આરોપી બનેલા નાશીર પઠાણને પોલીસ હવે કાયદાની સલામ ભરાવી રહી છે. NIA ના નામે ખોખરા અને દાણીલીમડા વિસ્તારમાં છેલ્લા કેટલા સમયથી ફરી રહ્યો હતો.  કોઈની પાસે રૂપિયા પડાવ્યા છે કે કેમ,અને NIA ના નામે અન્ય કોઈ ગુનો આચર્યો છે કે કેમ તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.  ત્યારે તપાસ બાદ શુ સામે આવે છે તે જોવુ રહ્યુ.

બ્રિન્દા  રાવલ  મંતવ્ય ન્યુઝ અમદાવાદ

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.