રાજકોટ:
કોંગ્રેસની અનામત ફોર્મ્યુલાનો સ્વીકાર કર્યા બાદ હાર્દિક સામે વિરોધ યથાવત છે. રાજકોટમાં પણ હાર્દિક પટેલ સામે વિરોધ જોવા મળ્યો. રાજકોટના ગુંદાવાડી વિસ્તારમાં હાર્દિક પટેલ વિરુદ્ધ પોસ્ટર લાગ્યા છે. જેમાં હાર્દિકને ગદ્દાર ગણાવવામાં આવ્યો છે. મહત્વનું છે કે અનામત માટે કોંગ્રેસે જે ફોર્મ્યુલા આપી છે તેના પર હાર્દિકે વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને ભાજપને હરાવવા માટે આહવાન કર્યું છે. તેથી તેની સામે વિરોધ થઈ રહ્યો છે..
