Not Set/ ઓનલાઈન ચાલી રહ્યુ હતુ સેક્સ રેકેટ, પોલીસે ડાન્સર સહિત ચાર લોકોને પકડ્યા

ટીપી નગર પોલીસ અને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા રોહટા રોડ પર એક મકાનમાં ઓનલાઇન હાઇ પ્રોફાઇલ સેક્સ રેકેટનો ઘટસ્ફોટ થયો છે. ગઇકાલ 10 જાન્યુઆરીની મોડી સાંજે પોલીસે દરોડો પાડી સગીર યુવતિ, બે મહિલાઓ, એક ગ્રાહક અને એક દલાલની અટકાયત કરી હતી. આપને જણાવી દઇએ કે, પકડાયેલી મહિલાઓમાંની એક હરિયાણવી ડાન્સર પણ છે. એન્ટી હ્યુમન […]

Top Stories India

ટીપી નગર પોલીસ અને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા રોહટા રોડ પર એક મકાનમાં ઓનલાઇન હાઇ પ્રોફાઇલ સેક્સ રેકેટનો ઘટસ્ફોટ થયો છે. ગઇકાલ 10 જાન્યુઆરીની મોડી સાંજે પોલીસે દરોડો પાડી સગીર યુવતિ, બે મહિલાઓ, એક ગ્રાહક અને એક દલાલની અટકાયત કરી હતી. આપને જણાવી દઇએ કે, પકડાયેલી મહિલાઓમાંની એક હરિયાણવી ડાન્સર પણ છે. એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમ હાલમાં આરોપીની પૂછપરછ કરી રહી છે.

Image result for online sex racket

એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટનાં ઇન્ચાર્જ ઇન્સ્પેક્ટર બ્રજેશ કુમારે જણાવ્યું હતું કે, એક એનજીઓની ફરિયાદ પર હરદેવનગરનાં એક મકાનમાં સેક્સ રેકેટ ચાલી રહ્યુ હોવાનું જાણકારી મળી હતી. એનજીઓનાં અધ્યક્ષની માનીએ તો, તો તે છેલ્લા 15 દિવસથી ઘરની રેકી કરી રહ્યો હતો અને નક્કર માહિતી મળ્યા બાદ તેણે પોલીસ અધિકારીઓને જાણ કરી હતી. જે બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી.

ऑनलाइन चलता था सेक्स रैकेट

આ રેકેને ચલાવી રહેલા, મેરઠ નિવાસી એક ગ્રાહક સહિત બે મહિલાઓને ધરપકડ કરવામા આવી છે. આ મકાન રેકેટ ચલાવનારે ચાર હજાર રૂપિયા મહિનાનાં ભાડે રાખ્યુ હતુ. આરોપીએ તેની સગીર સાવકી પુત્રી અને પત્નીને પણ આ ધંધામાં જોડ્યા હતા. અહીથી એક હરિયાણવી ડાન્સરની પણ ધરપકડ કરવામાં આવી છે, જે મૂળ મેરઠની છે અને યુટ્યુબ પર તેના ઘણા વીડિયો છે.

किराए पर ले रखा था मकान

પોલીસે જણાવ્યું હતું કે દિલ્હી, મેરઠ, ગાઝિયાબાદ, હાપુડ વગેરે શહેરોમાંથી ઓન-ડિમાન્ડ છોકરીઓને બોલાવવામાં આવતી હતી. યુવતીઓનાં ફોટા પસંદ કરવા માટે ગ્રાહકોને મોબાઇલ પર મોકલવામા આવતા હતા. છોકરીઓ પસંદ પ્રમાણે અહીં આવતી હતી. ગ્રાહક દીઠ 2500 રૂપિયા લેવામાં આવતા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.