UNSCમાં ચીન દ્વારા બોલાવાયેલી કાશ્મીર મામલે બંધ બારણાની બેઠક મામલે રશિયાએ પોતાની સ્થિતિ સ્પષ્ટ કરતા ભારતમાં રશિયાના રાજદૂત નિકોલે કુડાશેવ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, જ્યાં સુધી યુએનએસસીની અંદરની આ મામલે ચર્ચાની વાત છે, ત્યાં સુધી અમે આ મુદ્દાને સંયુક્ત રાષ્ટ્રની કાર્યસૂચિમાં લાવવાની તરફેણમાં નથી રહ્યા.
નિકોલે કુડાશેવએ વધુમાં જણાવ્યું હતું કે, આ મસલો સંપૂર્ણ પણે દ્વિપક્ષીય બાબત છે જેના પર સિમલા કરાર અને લાહોર ઘોષણાને આધારે ભારત અને પાકિસ્તાન દ્વારા જ ચર્ચા કરી શકાય.
Russian Ambassador to India, Nikolay Kudashev on Russia's position on the closed-door meeting on Kashmir, called by China, in UNSC: This is strictly a bilateral matter for India & Pakistan to discuss on the basis of Shimla Agreement & Lahore Declaration. https://t.co/58X8sYgDQZ
— ANI (@ANI) January 17, 2020
ભારતમાં રશિયન રાજદૂત નિકોલે કુડાશેવ દ્વારા વિદેશી રાજદ્વારીઓની કાશ્મીર મુલાકાત પર જણવ્યું હતું કે, મને નથી લાગતું કે મારા માટે કાશ્મીર પ્રવાસ કરવાનું કોઇ કારણ હોય. જ્યાં સુધી જમ્મુ અને કાશ્મીરની વાત છે, આ તમારી(ભારતની) આંતરિક બાબત છે જે અને તે ભારતના બંધારણ સાથે જોડાયેલી જગ્યા છે. જે લોકોને કાશ્મીરની પરિસ્થિતિ અંગે ચિંતા છે, જેઓ કાશ્મીરમાં ભારતીય નીતિઓને લઇને શંકા કરે છે, તેઓ ઇચ્છે તો કાશ્મીર મુસાફરી કરી શકશે. તેઓ પોતાની જાતે જ કાશ્મીરની સ્થિતિ શકે છે. અમે તેને ક્યારેય શંકાથી જોયું નથી.
Russian Ambassador to India,Nikolay Kudashev on foreign envoys' visit to Kashmir: Those who are concerned about the situation in Kashmir,those who put in doubt the Indian policies in Kashmir, they could travel if they wish. They could see for themselves. We never put it in doubt. https://t.co/KdCPoHSdLa
— ANI (@ANI) January 17, 2020
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
