Not Set/ મોડાસા યુવતીના મોતનો મામલો, યુવતીને ન્યાય અપાવવા ગાંધીનગર ખાતે મહાસંમેલન

યુવતીને ન્યાય અપાવવા મહાસંમેલન આંબડેર ભવન પાસે મહાસંમેલન ગાંધીનગર ખાતે યોજાશે મહાસંમેલન અરવલ્લી જિલ્લાના મોડાસાના સાયરામાં યુવતીના મોતનો મામલો ગરમાયો છે. 31 ડિસેમ્બરે 20 વર્ષની યુવતી ગુમ થઇ હતી. ગુમ થયાના 5 દિવસ પછી યુવતીની લાશ વડના ઝાડ સાથે લટકી મળી આવી હતી. આ યુવતીને ન્યાય અપાવવા માટે ગુજરાતભરમાંથી સામાજિક કાર્યકરો અને મહિલા સંગઠનો કટિબદ્ધ […]

Gujarat Others
  • યુવતીને ન્યાય અપાવવા મહાસંમેલન
  • આંબડેર ભવન પાસે મહાસંમેલન
  • ગાંધીનગર ખાતે યોજાશે મહાસંમેલ

અરવલ્લી જિલ્લાના મોડાસાના સાયરામાં યુવતીના મોતનો મામલો ગરમાયો છે. 31 ડિસેમ્બરે 20 વર્ષની યુવતી ગુમ થઇ હતી. ગુમ થયાના 5 દિવસ પછી યુવતીની લાશ વડના ઝાડ સાથે લટકી મળી આવી હતી. આ યુવતીને ન્યાય અપાવવા માટે ગુજરાતભરમાંથી સામાજિક કાર્યકરો અને મહિલા સંગઠનો કટિબદ્ધ બન્યા છે. જે અન્વયે આજે ગાંધીનગર ખાતે યુવતીને ન્યાય માટે મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ

આ અંગે સામાજિક કાર્યકર કેવલસિંહ રાઠોદે જણાવ્યું હતું કે, સાયરાની યુવતીનું અપહરણ કરી બળાત્કાર કરી, હત્યા કરવામાં આવી છે. આ કેસના તમામ આરોપીને જલ્દી પકડી લેવામાં આવે તેવી માંગ કરી હતી. અરરવલ્લી પોલીસની કામગીરી પર શંકા વ્યક્ત કરી હતી. અને અને જણાવ્યું હતું કે, પોલીસ પણ આ કેસમાં શંકાના દાયરામાં છે.

મોડાસા યુવતીના મોત મામલો, ત્રણ આરોપીઓએ શનિવારે મોડી રાત્રે જાતેજ સરન્ડર કર્યું

મોડાસાની પીડિતા મોતનો મામલો / ગુજરાતી ફિલ્મ સુપર સ્ટાર નરેશ કનોડિયાએ સોશિયલ મીડિયામાં વ્યક્ત કર્યું દુ:ખ

મોડાસા યુવતીનાં મોત મામલે 3 આરોપીનાં 5 દિવસનાં રિમાન્ડ મંજૂર

મોડાસા/ મૃતક યુવતીની બે બહેનપણીઓની ઓડિયો ક્લિપ આવી સામે, જાણો શું થયું હતું એ દિવસે

આજે તો આ પ્રથમ કાર્યક્રમ છે, જો વહેલી તકે ન્યાય નહિ મળે તો, આવતીકાલે અરવલ્લીમાં આવા જ કાર્યક્રમ થશે. આખા રાજ્યમાં આવા સંમ્મેલન કરવામાં આવશે.

7 દિવસ માં સરકાર કોઈ પગલાં નહીં લે તો 33 જિલ્લામાં રેલી ઓ યોજી સંમેલનો કરવામાં આવશે.

આજ રોજ રાજ્યના મુખ્ય સચિવને માંગણી સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. જેમાં માંગણીઓ કરવામાં આવી છે કે,  કાજલબેન કાળાભાઈ રાઠોડ કે જેનું અપહરણ કરવામાં આવ્યું હતું, અને ત્યારબાદ સામહિક બળાત્કાર અને હત્યા કરવામાં આવી હતી. આ ઘટનામાં નિષ્પક્ષ તપાસ થાય.

મોડાસા/ આખરે 4 લોકો સામે અપહરણ, બળાત્કાર અને હત્યાનો ગુનો દાખલ કરતા યુવતીની લાશ સ્વીકારવા પરિજનો તૈયાર

મોડાસાની યુવતીના મોત મામલે કયાં બોલિવુડ એકટરે કર્યુ ટ્વીટ ?

મોડાસામાં યુવતીનો શંકાસ્પદ મોત મામલો / હવે અભિનેત્રી સ્વરા ભાસ્કરે કરી ન્યાયની માંગ

( ૧ ) તમામ આરોપીઓની તાત્કાલીક ધરપકડ કરવામાં આવે.  ( ૨ ) પિડીત પરીવારને SRPF નુ રક્ષણ આપવામાં આવે. ( ૩ ) આ ઘટનાની તપાસ CID ક્રાઈમને સોંપવામાં આવે. ( ૪ ) ફરજમાં બેદરકારી દાખવનારા SP મયુર પાટીલ અને પોલીસ ઈન્સપેકટર એન . કે . રબારી ની તાત્કાલીક અસરથી જીલ્લા બહાર બદલી કરવામાં આવે. ( ૫ ) પિડીત પરીવારની પસંદગીના સ્પેશીયલ પબ્લીક પ્રોસીકયુટરની નિમણુંક કરવામાં આવે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની 

નવી મોબાઇલ એપ્લિકેશન.