Not Set/ કચ્છના નાના રણમાં ત્રણ ઘુડખરનો શિકાર, શિકારીઓની શોધખોળ ચાલુ

કચ્છના નાના રણમાં ત્રણ ઘુડખરનો શિકાર થયો છે. કુડા-કોપરણી રણમાં ગોળી મારેલી હાલતમાં ત્રણેયના મૃતદેહ મળી આવતાં ખળભળાટ મચ્યો છે. શિકારીઓએ બંદૂક વડે ફાયરિંગ કરીને ઘુડખરનો શિકાર કર્યો હોવાની આશંકા છે. આ અંગે ગ્રામજનોએ જાણ કરતાં વનવિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને શિકારીઓની શોધખોળ હાથ ધરી હતી. પ્રાપ્ત વિગત અનુસાર, કચ્છના નાના રણની અંદર ત્રણ […]

Gujarat Others

કચ્છના નાના રણમાં ત્રણ ઘુડખરનો શિકાર થયો છે. કુડા-કોપરણી રણમાં ગોળી મારેલી હાલતમાં ત્રણેયના મૃતદેહ મળી આવતાં ખળભળાટ મચ્યો છે. શિકારીઓએ બંદૂક વડે ફાયરિંગ કરીને ઘુડખરનો શિકાર કર્યો હોવાની આશંકા છે. આ અંગે ગ્રામજનોએ જાણ કરતાં વનવિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને શિકારીઓની શોધખોળ હાથ ધરી હતી.

પ્રાપ્ત વિગત અનુસાર, કચ્છના નાના રણની અંદર ત્રણ ઘુડખરની હત્યા કચ્છના નાના રણની અંદર ઘુડખર આવેલા છે. જે સમગ્ર એશિયામાં માત્ર આ રણની અંદર જ જોવા મળે છે. ત્યારે હાલ શિયાળાની સિઝન ચાલુ છે ત્યારે આ રણની અંદર વિદેશી પક્ષીઓ મોટી સંખ્યામાં વિદેશમાંથી અહીં આવે છે. ત્યારે તેને જોવા માટે હજારો લોકો પણ અહીં મુલાકાત લેતા હોય છે.

ત્યારે ધ્રાંગધ્રા રેન્જ વિસ્તારમાં કુડા કોપરણી ગામ નજીક રણની અંદર અજાણ્યા શખ્સો દ્વારા ફાયરીંગ કરીને ત્રણ ઘુડખર ની હત્યા કરી દેવામાં આવી છે. ઘટનાની જાણ થતા ઘુડખર અભયારણ્યના અધિકારી અને પોલીસ સ્ટાફ તેમજ પશુ ડોક્ટરની ટીમ ઘટના સ્થળે પહોંચી જઈને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

હાલ મૃત ઘુડખરના પી.એમ. તેમજ ફોરેન્સિક તપાસ કરવા માટેની કાર્યવાહી કરવામાં આવી રહી છે. અધિકારીઓ દ્વારા રણની આજુબાજુના રહેણાંક વિસ્તારમાં પણ તપાસ કરવામાં આવી રહી છે. ઘુડખરની હત્યામાં કોણ સંડોવાયેલા છે. અને ક્યાં કારણથી હત્યા કરવામાં આવી છે તેની તપાસ આગળ કરવામાં આવી છે. આરોપીઓ પકડવા માટે તંત્ર કાર્ય કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની 

નવી મોબાઇલ એપ્લિકેશન.