Not Set/ કાશ્મીર જઇ રહેલા મંત્રીઓ પર મણિશંકર અય્યરનો શાંબ્દિક પ્રહાર, ગણાવ્યા કાયર

ફરી એકવાર કોંગ્રેસનાં નેતા મણિશંકર અય્યરે વિવાદિત નિવેદન આપી કોંગ્રેસની મુશ્કેલીઓમાં વધારો કર્યો છે, કેરળમાં એક જાહેર સભાને સંબોધન કરતાં તેમણે ભારતીય જનતા પાર્ટીની સરકારને દેશદ્રોહી ગણાવી હતી, અય્યરે ભાજપ સરકાર પર આરોપ લગાવ્યો હતો કે આ લોકો દેશદ્રોહી છે, આ લોકો પ્રજાનાં કોઈ પ્રતિનિધિ નથી, તેઓ પ્રજાલક્ષી વિચાર ધરાવતા હોત તો ઘણા વર્ષો પહેલા […]

Top Stories India

ફરી એકવાર કોંગ્રેસનાં નેતા મણિશંકર અય્યરે વિવાદિત નિવેદન આપી કોંગ્રેસની મુશ્કેલીઓમાં વધારો કર્યો છે, કેરળમાં એક જાહેર સભાને સંબોધન કરતાં તેમણે ભારતીય જનતા પાર્ટીની સરકારને દેશદ્રોહી ગણાવી હતી, અય્યરે ભાજપ સરકાર પર આરોપ લગાવ્યો હતો કે આ લોકો દેશદ્રોહી છે, આ લોકો પ્રજાનાં કોઈ પ્રતિનિધિ નથી, તેઓ પ્રજાલક્ષી વિચાર ધરાવતા હોત તો ઘણા વર્ષો પહેલા ચૂંટાઈ આવ્યા હોત.

કાશ્મીરનો મુદ્દો ઉઠાવતા તેમણે કહ્યું કે, સરકાર ઘાટી 36 મંત્રીઓ મોકલી રહી છે. તેઓ એટલા ડરપોક છે કે તેમાંથી 31 ફક્ત જમ્મુ જઇ રહ્યા છે અને માત્ર 5 જ કાશ્મીર જશે તેઓએ જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાનાં મુદ્દે કેન્દ્ર સરકાર પર નિશાન પણ સાધ્યું હતું.

આ અગાઉ પણ મણિશંકર અય્યરે કહ્યું હતું કે, એનપીઆર અને એનઆરસીનાં મુદ્દે વડા પ્રધાન મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહ વચ્ચે મતભેદો છે, તેમણે ઉમેર્યું હતું કે આ જોડી દેશમાં “હિન્દુત્વ” નો ચહેરો છે, એનપીઆરને નરેન્દ્ર મોદી સરકારે ક્યારેય પણ એનઆરસી સ્થાપવા માટે પૂર્વવર્તી કરવાનું માન્યું નથી. પરંતુ સંસદમાં ગૃહ પ્રધાન અમિત શાહે લેખિતમાં જણાવ્યું હતું કે, એનપીઆર એ એનઆરસીનો પ્રારંભિક તબક્કો છે, તેમણે કહ્યું કે, આ મુદ્દે બે નેતાઓ વચ્ચે મતભેદો દેખાઇ રહ્યા છે. નોંધ લેવા જેવી બાબત એ છે કે આ વાત તેમણે પાકિસ્તાનનાં એક ઇવેન્ટમાં કહી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.