- ધાનેરાની ડી.બી.પારેખ હાઈસ્કૂલ પાસે ચક્કાજામ
- ધારાસભ્યની આગેવાનીમાં ચક્કાજામ
- પોલીસની ઢીલી નીતિનો વિરોધ
બનાસકાંઠા જિલ્લાના ધાનેરાના ધારાસભ્યની આગેવાનીમાં ડી.બી. પારેખ હાઈસ્કૂલમાં ચક્કાજામ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, સોમવારે અકસ્માતમાં સ્કૂલનું બાળક ઈજાગ્રસ્ત થયું હતું. જેના પગલે લોકોમાં બેફામ બનેલા વાહનચાલકોને લઈને ભારે રોષ જોવા મળ્યો હતો.
વાહનચાલકો સામે પોલીસ તંત્રની ઢીલી નીતિ હોવાનો ધારાસભ્ય અને સ્થાનિકોએ આક્ષેપો કર્યા છે. ભારે વાહનોને લઈને કલેક્ટરનું જાહેરનામું હોવા છતાં પણ ભારે વાહનચાલકો બેફામ બની પસાર થઈ રહ્યા છે. જેનો વિરોધ કરતા ધારાસભ્ય અને સ્થાનિકોએ રસ્તા પર બેસી રામધૂન બોલાવી હતી. અને તેમનું કહેવું હતું કે, કલેકટર નું જાહેરનામું હોવા છતા પણ ભંગ કરી મોટા વાહનો પસાર થઈ રહ્યા છે
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
