કચ્છી હાથવણાટની શાલ માટે ભુજોડી ગામ પ્રખ્યાત છે ભુજોડીમાં ઘરે ઘરે બાળકોથી માંડી વૃદ્ધો સૌ કોઈ શાલ બનાવવાના વ્યવસાયથી સંકળાયેલા છે ત્યારે વણકર કારીગરોની આ કળાને પ્રોત્સાહિત કરવા સરકાર યોજનાઓ અમલી બનાવે તે જરૂરી છે
ભુજ તાલુકામાં આવેલુ ભુજોડી ગામ હાથ વણાટ અને હેન્ડીક્રાફ્ટના ઉધોગથી પ્રચલિત છે ગામમાં મોટાભાગે વણકર લોકો વસે છે. નાના બાળકોથી લઈ મહિલા, પુરુષો, વૃદ્ધો સહિત પરિવારના સૌ સભ્યો શાલ બનાવવાના વ્યવસાયથી જોડાયેલા છે. બાળકો પણ સ્કૂલેથી પરત આવ્યા બાદ પરંપરાગત વ્યવસાયને આગળ વધારી રહ્યા છે. વિવિધ 15 પ્રકારની શાલ રૂ.500 થી લઈ 15 હજારની કિંમતે વેચાય છે. હવે તો ઘેટાના ઉનમાંથી હાથે કાંતેલા દોરાની શાલની ડિમાન્ડ પણ વધતી જાય છે.

કુકમાં ગામના સરપંચ મહિલા છે મહિલા સરપંચ પોતાના ઘરને સંભાળવા સાથે ગામને સાંભળે છે. ઉપરાંત હાથ વણાટનું કામ પણ કરે છે. સ્ત્રીઓમાં ઘણી શક્તિઓ હોય છે. આ શક્તિઓ કૌશલ્યને બહાર લાવવા એક તક આપવાની જરૂર છે. શાલ બનાવવાની કારીગરીમાં મહિલાઓનું યોગદાન રહેલું છે. પુરુષ સમોવડી માનસિકતામાં હવે સ્ત્રીઓનું યોગદાન વધતું જાય છે. મહિલાઓ આજે દરેક ક્ષેત્રમાં આગળ આવી છે, ત્યારે કચ્છી શાલની કારીગરીમાં પણ મહિલાઓએ કાઠું કાઢ્યું છે. ઉપરાંત નેશનલ એવોર્ડ મેળવ્યા છે.

કચ્છી શાલ બનાવવાની પ્રક્રિયા ઘણી ઝીણવટભરી અને મહેનત માંગી લે તેવી છે, તાણો કાઢવો, બોબીન ભરવા, ઉન કાંતવું વગેરે બાદ શાલ ભરવામાં આવે છે. ઉપરાંત ડિઝાઇન બનાવવી, મીરર લગાડવા સહિતની કામગીરી શાલને નવી ઓળખ આપે છે. કચ્છી શાલને માન્યતા પણ મળી છે. બાંધણી શાલ, સાદી શાલ, આભલા શાલ વગેરે વધારે પ્રચલિત છે. આજની પેઢી આ મહેનત વાળા વ્યવસાયથી દૂર ભાગે છે. ત્યારે સરકાર વણકરો માટે નવી યોજનાઓ બહાર પાડે તેવી જરૂરિયાત દર્શાવી હતી.

કચ્છી શાલ તેમજ અન્ય હાથશાલના કાપડો સહિત હેન્ડીક્રાફ્ટ ચીજવસ્તુઓની પણ ખાસ્સી એવી માંગ પ્રવાસીઓમાં રહેતી હોય છે. પ્રવાસીઓ ક્ચ્છ આવે એટલે અચૂક ભુજોડી ગામની મુલાકાત શોપિંગ માટે લેતા હોય છે. ગામમાં ફરવા સાથે કળા નિહાળી અભિભૂત થાય છે. ક્ચ્છ જેવી શાલ બીજે ક્યાંય જોવા મળતી નથી જે હકીકત છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
