દેશભરમાં 71 માં પ્રજાસત્તાક દિનની ઉજવણીની વચ્ચે, સર્ચ એન્જિન ગૂગલે પણ ખાસ રીતે ડૂડલ્સ બનાવીને દેશવાસીઓને અભિનંદન પાઠવ્યા છે. ગૂગલે ડૂડલ દ્વારા ભારતની સંસ્કૃતિને દર્શાવતું રંગીન ડૂડલ બનાવ્યું છે, જેમાં તેણે તાજમહેલથી લઈને ઇન્ડિયા ગેટ સુધીનાં દરેક વસ્તુને બતાવવાનો પ્રયત્ન કર્યો છે, આ ડૂડલમાં, રાષ્ટ્રીય પક્ષી, ભારતનાં સાંસ્કૃતિક રંગો, કળા, ટેક્સટાઇલને રસપ્રદ રીતે બતાવેલ છે.
આપને જણાવી દઇએ કે, આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ નવી દિલ્હીનાં રાજપથ ઉપર પરેડની સલામી લેશે, રાષ્ટ્રપતિ પણ રાજપથ ઉપર તિરંગો લહેરાવશે. આ સમારોહમાં ભારતની સાંસ્કૃતિક વિવિધતા, સામાજિક અને આર્થિક પ્રગતિ તેમજ વિશ્વમાં વધતી સૈન્ય શક્તિનો અનોખો દૃષ્ટિકોણ જોવા મળશે.
દિલ્હીમાં 71 માં પ્રજાસત્તાક દિનની ઉજવણી માટે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, આ પ્રસંગ માટે 10 હજાર સુરક્ષા જવાનો તૈનાત કરવામાં આવ્યા છે, જ્યારે બ્રાઝિલનાં રાષ્ટ્રપતિ જાયરે બોલ્સોનારો આ વખતનાં પ્રજાસત્તાક દિવસ માટે મુખ્ય અતિથિ છે.
પ્રજાસત્તાક દિનની પરેડ સમારોહની શરૂઆતમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઇન્ડિયા ગેટ નજીક રાષ્ટ્રીય સમર સ્મારકની મુલાકાત લેશે અને કૃતજ્ઞ રાષ્ટ્ર વતી શહીદોને શ્રદ્ધાંજલિ આપશે. આ પહેલી વાર થશે જ્યારે વડા પ્રધાન અમર જવાન જ્યોતિને બદલે રાષ્ટ્રીય સમર સ્મારક પર શહીદોને શ્રદ્ધાંજલિ આપશે. આ પછી વડા પ્રધાન અને અન્ય મહાનુભાવો રાજપથ ખાતે પરેડ નિહાળવા માટે સલામી મંચ જવા રવાના થશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
