- પાટડીના નવરંગપુરામાં બે જૂથો વચ્ચે અથડામણ
- અથડામણમાં ૧૫ લોકો ઇજાગ્રસ્ત થયા
- ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા
- જગ્યા બાબતે બંને જુથ્થો વચ્ચે અથડામણ થઇ હોવાની આશંકા
- પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી
સુરેન્દ્રનગરના પાટડી તાલુકાના નવરંગપુરા ખાતે જૂથ અથડામણ સામે આવી છે. આ જૂથ અથડામણમાં 15 લોકો ઘાયલ થયા છે. જેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે.
પાટડી તાલુકાના નવરંગપુરા ગામની આ ઘટનામાં જૂની અદાવત અને યુવતીની છેડતી બાબતે બે કોમ વચ્ચે જૂથ અથડામણ થઈ હતી. મારામારીમાં 15થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ મારામારીની ઘટનામાં 6 લોકોને ગંભીર ઈજા થઈ હોવાથી સારવાર માટે અમદાવાદ લાવવામાં આવ્યા છે. જ્યારે અન્ય ઈજાગ્રસ્તોને વિરમગામની ગાંધી હોસ્પિટલમાં લઈ જવાયા છે. ઘટનાની જાણ થતા જ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
