Not Set/ વડોદરા મનપાના કલાર્ક લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

વડોદરામાં વધુ એક સરકારી બાબુ લાંચ લેતા ઝડપાયા છે. વડોદરા કોર્પોરેશનનાં જુનિયર કલાર્ક વેરા આકારણીનાં કામ કરાવવા માટે ચાર હજારની લાંચ લેતાં એસીબીના હાથે રંગેહાથ ઝડપાઇ ગયા હતા. ઉલ્ઝલેખનીય છેકે, ઝડપાયેલ લાંચીયો કર્મચારી વડોદરા મહાનગર પાલીકાની વહીવટી વોર્ડ નંબર ૧૨ ની કચેરીમાં જુનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે. ગોપાલ રાણા નામનાં આ ક્લાર્કે વિસ્તારમાં રહેતાં […]

Gujarat Vadodara

વડોદરામાં વધુ એક સરકારી બાબુ લાંચ લેતા ઝડપાયા છે. વડોદરા કોર્પોરેશનનાં જુનિયર કલાર્ક વેરા આકારણીનાં કામ કરાવવા માટે ચાર હજારની લાંચ લેતાં એસીબીના હાથે રંગેહાથ ઝડપાઇ ગયા હતા.

ઉલ્ઝલેખનીય છેકે, ઝડપાયેલ લાંચીયો કર્મચારી વડોદરા મહાનગર પાલીકાની વહીવટી વોર્ડ નંબર ૧૨ ની કચેરીમાં જુનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે. ગોપાલ રાણા નામનાં આ ક્લાર્કે વિસ્તારમાં રહેતાં એક નાગરિકની મિલકતની વેરા આકારણી કરાવી આપવા માટે રુપીયા ૪૦૦૦ ની લાંચ માંગી હતી.

જેથી નાગરીકે આ લાંચીયા કર્મચારી વિરુદ્ધ એન્ટી કરપશન બ્યુરોમાં ફરીયાદ કરી હતી. જેને પગલે એસીબીએ મકરપુરા ખાતે આવેલ પાલીકાની વોર્ડ નંબર ૧૨ ની કચેરી બહાર છટકુ ગોઠવી કલાર્ક ગોપાલ રાણાને ૪૦૦૦ રુપીયાની લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.