કેન્દ્રીય નાણાં રાજ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ) નેતા અનુરાગ ઠાકુર દ્વારા ‘દેશના વિશ્વાસઘાતીઓને ગોળી મારો …’ ના નારા પર દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં રેલી દરમિયાન AlMIM નાં ચીફ અસદુદ્દીન ઓવૈસીએ વળતો હુમલો કર્યો છે. તેમણે કહ્યું છે કે હું અનુરાગ ઠાકુરને પડકાર ફેંકુ છું કે ભારતમાં કોઈ ફણ સ્થળ નક્કી કરવામાં આવે, જ્યાં તે મને શૂટ કરશે. હું આવવા તૈયાર છું.
ઓવૈસીએ અનુરાગ ઠાકુરને જવાબ આપતા કહ્યું કે તમારું આ નિવેદન મારા હૃદયમાં કોઈ ડર પેદા કરીશે નહીં, કારણ કે મોટી સંખ્યામાં મારી માતા અને બહેનો રસ્તાઓ પર ઉતરી આવ્યા છે. તેઓએ દેશ બચાવવાનો નિર્ણય લીધો છે.
Asaduddin Owaisi,AIMIM:I challenge you Anurag Thakur, to specify a place in India where you'll shoot me&I'm ready to come.Your statements will not create fear in my heart,because our mothers&sisters have come out in large numbers on roads,they've decided to save the country(28.1) pic.twitter.com/Mh3sj33voV
— ANI (@ANI) January 28, 2020
આપને જણાવી દઇએ કે, ભાજપના નેતા અનુરાગ ઠાકુરની રેલીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં વિવાદિત નારાઓ સંભળાય છે. વીડિયોમાં અનુરાગ ઠાકુર મંચ પરથી સૂત્રોચ્ચાર કરતા સાંભળવામાં આવે છે કે ‘દેશના દેશદ્રોહીઓ……આ પછી, સ્ટેજની નીચેના લોકો બોલી રહ્યા છે કે, ‘શૂટ કરો …’
કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુરની રેલીનો આ વીડિયો બહાર આવ્યા બાદ કોંગ્રેસે પણ નિશાન સાધ્યું છે. તેમજ ચૂંટણી પંચે તેમને મંગળવારે કારદર્શી નોટિસ ફટકારી છે. ચૂંટણી પંચે આ અંગે અનુરાગ ઠાકુર પાસેથી ખુલાસો માંગ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
