Not Set/ કોરોનાવાયરસ/ ભયાનક વાયરસને ધ્યાને લેતા ભારતે જારી કર્યો હેલ્પલાઇન નંબર

ચીનનાં જીવલેણ કોરોના વાયરસ હવે ચીનમાંથી બહાર નિકળીને અન્ય દેશોમાં ફેલાઇ રહ્યો છે. વાયરસ ખતરનાક સ્તરે પહોંચ્યા પછી, બેઇજિંગમાં ભારતીય દૂતાવાસ દ્વારા ભારત આવતા પ્રવાસીઓને એડવાઇજરી જારી કરી છે. આ સિવાય એમ્બેસી દ્વારા હેલ્પલાઈન નંબર પણ જારી કરવામાં આવ્યો છે. ચીનનાં આરોગ્ય અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી નવીનતમ માહિતી અનુસાર, આ ખતરનાક વાયરસને કારણે અત્યાર સુધી […]

Top Stories World

ચીનનાં જીવલેણ કોરોના વાયરસ હવે ચીનમાંથી બહાર નિકળીને અન્ય દેશોમાં ફેલાઇ રહ્યો છે. વાયરસ ખતરનાક સ્તરે પહોંચ્યા પછી, બેઇજિંગમાં ભારતીય દૂતાવાસ દ્વારા ભારત આવતા પ્રવાસીઓને એડવાઇજરી જારી કરી છે. આ સિવાય એમ્બેસી દ્વારા હેલ્પલાઈન નંબર પણ જારી કરવામાં આવ્યો છે.

ચીનનાં આરોગ્ય અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી નવીનતમ માહિતી અનુસાર, આ ખતરનાક વાયરસને કારણે અત્યાર સુધી 25 લોકોનાં મોત નીપજ્યાં છે. વળી આ ચેપ 835 લોકોમાં જોવા મળ્યો છે. ચીનનું પાડોશી હોંગકોંગમાં પણ પાંચ લોકોમાં વાયરસનાં લક્ષણો જોવા મળ્યા છે.

રોજિંદા કોરોના વાયરસનાં અહેવાલો વચ્ચે ભારત સરકાર પણ એલર્ટ પર છે. ભારતીય દૂતાવાસે ગુરુવારે હેલ્પલાઇન નંબર +8618612083629 અને +8618612083617 જારી કર્યો છે. ડિસેમ્બર 2019 માં, પ્રથમ વખત, આ વાયરસનાં રોગનો પ્રથમ કેસ નોંધાયો હતો. વાયરસનાં લક્ષણો સૌ પ્રથમ હુબેઈ પ્રાંતના વુહાનમાં જોવા મળ્યો હતો. વુહાન એ મધ્ય ચીનમાં એક ગીચ વસ્તી ધરાવતું શહેર છે અને તેમાં મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ છે.

આ શહેરમાં આશરે 700 જેટલા ભારતીય વિદ્યાર્થીઓ છે અને મોટાભાગનાં વિદ્યાર્થીઓ મેડિકલમાં અભ્યાસ કરે છે. શહેર બંધ થતાં ભારતીય વિદ્યાર્થીઓને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વાયરસ હવે ચીની સરહદમાંથી પસાર થઈને યુનાઇટેડ સ્ટેટ્સ, દક્ષિણ કોરિયા, થાઇલેન્ડ અને ઓસ્ટ્રેલિયા પહોંચી ગયો છે. ભારત સરકારનું કહેવું છે કે તમામ વિદ્યાર્થીઓને સુવિધા પુરી પાડવા ચીની અધિકારીઓ સાથે વાતચીત થઈ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.