Not Set/ લોકસભામાં વિપક્ષી સાંસદોએ લગાવ્યા નારા- ગોળી મારવાનું બંધ કરો, દેશને તોડવાનુ બંધ કરો

સોમવારે સંસદનાં બજેટ સત્ર દરમિયાન સીએએ, એનપીઆર અને એનઆરસીને લઈને સરકારને ઘેરી લેવા માટે વિપક્ષ પૂરી રીતે તૈયાર દેખાઇ રહ્યુ છે. કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ, ડાબેરી પક્ષો, રાષ્ટ્રીય જનતા દળ અને અન્ય કેટલાક પક્ષો રાજ્યસભામાં નાગરિકતા સુધારો અધિનિયમ (સીએએ), રાષ્ટ્રીય વસ્તી રજિસ્ટર (એનપીઆર) અને રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટર (એનઆરસી) પર તાત્કાલિક ચર્ચાની માંગ કરી ચુક્યા છે. કોંગ્રેસ […]

Top Stories India

સોમવારે સંસદનાં બજેટ સત્ર દરમિયાન સીએએ, એનપીઆર અને એનઆરસીને લઈને સરકારને ઘેરી લેવા માટે વિપક્ષ પૂરી રીતે તૈયાર દેખાઇ રહ્યુ છે. કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ, ડાબેરી પક્ષો, રાષ્ટ્રીય જનતા દળ અને અન્ય કેટલાક પક્ષો રાજ્યસભામાં નાગરિકતા સુધારો અધિનિયમ (સીએએ), રાષ્ટ્રીય વસ્તી રજિસ્ટર (એનપીઆર) અને રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટર (એનઆરસી) પર તાત્કાલિક ચર્ચાની માંગ કરી ચુક્યા છે. કોંગ્રેસ અને અન્ય કેટલાક વિરોધી પક્ષોએ પણ લોકસભામાં પણ ચર્ચા કરવાની દરખાસ્ત કરી છે.

લોકસભામાં અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે, અમે જામિયાનાં બધા બાળકો સાથે છીએ. આ સરકાર બાળકો ઉપર દમન કરી રહી છે. તેઓ જાણે છે કે એક બાળકની આંખ ગઈ છે, અને પુત્રીઓને મારી રહ્યા છે. શરમ આવી જોઇએ તેમને, બાળકોને શૂટ કરી રહ્યા છે.

ભાજપનાં નેતા અર્જુનસિંહે જામિયા અને શાહીન બાગમાં થયેલા ફાયરિંગ અંગે કહ્યું હતું કે, ‘જેવી રીતે મુસ્લિમ લોકોને વિપક્ષનાં લોકોએ સુરક્ષા આપી શાહીન બાહમાં બેસાડ્યા છે, જામિયામાં જે ઘટના ઘટી છે તેનાથી સીએએ ને કોઇ મતલબ નથી. અમારા નાની ઉંમરનાં બાળકોએ મૂંઝવણમાં આવીને આ ગોળી ચલાવી છે.’

નાણાં રાજ્યમંત્રી અનુરાગ ઠાકુર લોકસભામાં બોલી રહ્યા છે. દરમિયાન, વિરોધી પક્ષનાં સાંસદો સતત “ગોળી મારવાનું બંધ કરો” નાં નારા લગાવી રહ્યા છે.

તાજેતરમાં થયેલા ફાયરિંગની ઘટનાને લઈને લોકસભામાં હંગામો મચ્યો છે. વિપક્ષી સાંસદોએ સૂત્રોચ્ચાર કર્યા કે ‘ગોળી મારવાનું બંધ કરો, દેશને તોડવાનુ બંધ કરો.’

ગત રાત્રીએ જામિયામાં થયેલા ફાયરિંગ અંગે કોંગ્રેસનાં નેતા અધિર રંજન ચૌધરીએ કહ્યું હતું કે, વિરોધીઓને ડરાવવાનું શાસક પક્ષનું આ કાવતરું છે. શાસક પક્ષનાં ગુંડાઓ આ કરી રહ્યા છે અને સરકાર મૌન છે. દિલ્હી કેન્દ્રીય ગૃહ મંત્રાલય હેઠળ આવે છે, તેમ છતાં તેઓ કંઇ કરી રહ્યા નથી. ‘

કોંગ્રેસનાં નેતા ગુલામ નબી આઝાદ, આનંદ શર્માએ રાજ્યસભામાં સ્થગન પ્રસ્તાવ મૂક્યો છે. રાજ્યસભાનાં નિયમ 267 અંતર્ગત બંને નેતાઓએ ‘એનઆરસી-એનપીઆરનાં મુદ્દે દેશમાં થઈ રહેલા પ્રદર્શનોથી સર્જાયેલી પરિસ્થિતિ’ અંગે ચર્ચા કરવાની વાત કહી છે. રાજ્યસભામાં ભારે હોબાળો થયા બાદ બપોર 12 વાગ્યા સુધી સ્થગિત રાખવામાં આવેલ છે. સોમવારથી શરૂ થનારી ચર્ચામાં લોકસભામાં ભાજપ તરફથી તેના પર ભાજપ સાંસદ પ્રવેશ વર્મા ચર્ચાની શરૂઆત કરશે. વળી, ભાજપનાં સાંસદ ભૂપેન્દ્ર યાદવ રાજ્યસભામાં ચર્ચા શરૂ કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.