દિલ્હી વિધાનસભાની ચૂંટણી પ્રચાર હવે ચરમસીમાએ પહોચ્યો છે. જેમ જેમ મતદાનની તારીખ નજીક આવી રહી છે, નેતાઓ એક બીજા પર શાબ્દિક પ્રહારો કરવાનું જોર વધારી રહ્યા છે. ભાજપના ઉમેદવાર કપિલ મિશ્રાએ ફરી એકવાર આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યા છે.
કપિલ મિશ્રાએ કહ્યું કે, દિલ્હીમાં વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી અને પોલીસકર્મીને માર મારવામાં આવ્યો હતો, જેની પાછળ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી હતી. અરવિંદ કેજરીવાલ જિન્નાનું રાજકારણ કરી રહ્યા છે, આપનું નવું નામ મુસ્લિમ લીગ હોવું જોઈએ.
આ અગાઉ કપિલ મિશ્રાએ સોમવારે સવારે ટ્વીટ કર્યું હતું કે આમ આદમી પાર્ટીને નામ બદલવાનું કહેવામાં આવ્યું છે. તેમણે કહ્યું છે કે આમ આદમી પાર્ટીનું નવું નામ મુસ્લિમ લીગ હોવું જોઈએ. ઓમર ખાલિદ, અફઝલ ગુરુ, બુરહાન વાની, જેઓ આતંકવાદીઓને તેમના પિતા માનવા વાળાને હવે યોગી આદિત્યનાથ જીથી ડરે છે.
आम आदमी पार्टी का नया नाम मुस्लिम लीग होना चाहिये
उमर खालिद, अफजल गुरु, बुरहान वानी, आंतकवादियो को अपना बाप मानने वालों को योगी आदित्यनाथ जी से डर लग रहा हैं
— Kapil Mishra (@KapilMishra_IND) February 3, 2020
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
