Not Set/ #DelhiAssemblyElection2020/ ચૂંટણી ડ્યુટીમાં પોસ્ટ કરાયેલા અધિકારીનું મોત, જાણો શું બની ઘટના

દિલ્હી વિધાનસભાની 70 બેઠકો પર આજે મતદાન ચાલી રહ્યું છે. દરમિયાન, સમાચાર આવી રહ્યા છે કે ચૂંટણી ડ્યુટીમાં પોસ્ટ કરાયેલા અધિકારીનું મોત નીપજ્યું છે. હાર્ટ એટેકથી ચૂંટણી અધિકારી ઉધમસિંહનું અવસાન થયું છે. હાર્ટ એટેક આવ્યા બાદ તેમને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ ડોક્ટરોએ તેમમને મૃત જાહેર કર્યા હતા. ઉધમસિંહ બાબરપુર પ્રાથમિક શાળાનાં મતદાન મથક […]

Top Stories Gujarat Assembly Election 2022 India

દિલ્હી વિધાનસભાની 70 બેઠકો પર આજે મતદાન ચાલી રહ્યું છે. દરમિયાન, સમાચાર આવી રહ્યા છે કે ચૂંટણી ડ્યુટીમાં પોસ્ટ કરાયેલા અધિકારીનું મોત નીપજ્યું છે. હાર્ટ એટેકથી ચૂંટણી અધિકારી ઉધમસિંહનું અવસાન થયું છે. હાર્ટ એટેક આવ્યા બાદ તેમને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ ડોક્ટરોએ તેમમને મૃત જાહેર કર્યા હતા. ઉધમસિંહ બાબરપુર પ્રાથમિક શાળાનાં મતદાન મથક પર પોસ્ટ કરાયા હતા.

સવારથી જ મતદારો મતદાન કરવા માટે ઉત્સાહિત થઈ રહ્યા છે. શાહીન બાગની શાહીન પબ્લિક સ્કૂલનાં મતદાન મથક ઉપર લાંબી કતારો લાગી ગઈ છે. ચૂંટણી પંચે દિલ્હીમાં વરિષ્ઠ નાગરિક મતદારો માટે વિશેષ વ્યવસ્થા કરી છે. વરિષ્ઠ નાગરિક મતદારોની મદદ માટે પોલીસ જવાનોને ગોઠવવામાં આવ્યા છે. દિલ્હીની 70 વિધાનસભા બેઠકો પર સવારે 10 વાગ્યા સુધીમાં 4.33 ટકા મતદાન નોંધાયું હતું. દિલ્હીમાં સાંજનાં છ વાગ્યા સુધી મતદાન થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.