Not Set/ અમરેલી/ લીલીયાના સલડી નજીક બેકાર ધડાકાભેર અથડાઈ, બંને કારમાં આગ, બે વ્યક્તિના મોત

4 વ્યક્તિઓને કારના કાચ તોડીને બહાર કઢાયા ચારેય ગંભીર ઇજાગ્રસ્તોને સિવિલમાં ખસેડાયા ફાયરબ્રિગેડની ટીમે આગ પર મેળવ્યો કાબુ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના સલડી ગામ પાસે બે કાર વચ્ચે અકસ્માતની ઘટના બની છે. બે કાર સામસામે ધડાકાભેર અથડાતા બંને કારમાં આગ લાગી ગઈ હતી. આ અકસ્માતમાં બે વ્યક્તિના મોત થયા […]

Gujarat Others
  • 4 વ્યક્તિઓને કારના કાચ તોડીને બહાર કઢાયા
  • ચારેય ગંભીર ઇજાગ્રસ્તોને સિવિલમાં ખસેડાયા
  • ફાયરબ્રિગેડની ટીમે આગ પર મેળવ્યો કાબુ
  • પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી

અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના સલડી ગામ પાસે બે કાર વચ્ચે અકસ્માતની ઘટના બની છે. બે કાર સામસામે ધડાકાભેર અથડાતા બંને કારમાં આગ લાગી ગઈ હતી. આ અકસ્માતમાં બે વ્યક્તિના મોત થયા છે. જયારે સ્થાનિકોએ કાચ તોડીને ચાર લોકોને કારમાંથી બહાર કાઢ્યા છે. ચારેય ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે અમરેલીની સિવિલ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના સલડી અને લાલાવદર વચ્ચે માનસી ફૂડ ફેક્ટરી પાસે મોડી રાત્રે બે કાર વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ બંને કારમાં આગ ફાટી નીકળી હતી. જેને લીધે બે વ્યક્તિઓનાં મોત નિપજ્યા હતા.

મૃતકોમાં એક વ્યક્તિ વરસડાનો મેહુલ હતો. આ અકસ્માતમાં 4 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ચારેયને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની જાણ થતાં જ કલેક્ટર સહિત પોલીસ અધિકારીઓ સહીત ફાયરબ્રિગેડનો સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. અને કારમાં લાગેલી આગ પર કાબૂ મેળવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.