કલિયુગ શું શું કરાવશે તે તો સમય જ કહેશે. પરંતુ વડોદરાના ડભોઈના એક શોપિંગ સેન્ટર માઠી એક વિચિત્ર cctv ફૂટેજ સામે આવ્યા છે. જેમાં એક માતા પિતા પોતાના જ સંતાનને ચોરી કરવાનું શીખવી રહ્યા છે.
આપણે હાલ કળિયુગ માં જ જીવી રહ્યા છે ત્યારે ડભોઇ શહેરની એક ચોંકાવનારી ચોરી સામે આવી છે. જેમાં ધોળે દિવસે માતા-પિતા જ પોતાના સંતાનને ચોરી કરવાનું પ્રેરિત કરી રહ્યા હોય તેઓ cctv વિડિયો મળી આવતા લોકો માં ચર્ચાનો વિષય બનવા પામ્યો છે.
ડભોઈ નગર પાલિકા શોપીંગ સેન્ટરમાં આવેલી જલારામ ડેરી પાર્લર ની શોપમાંથી એક દસ વર્ષીય બાળક પોતાના માતા-પિતા સાથે આ દુકાનમાં ખરીદી કરવા માટે આવે છે. અને દુકાનમાંથી જતા – જતા રૂપિયા 500 નું એક રમકડું ચોરી જાય છે. પરંતુ મહત્ત્વની વાત તો એ છે કે સીસીટીવીના ફૂટેજ આધારે એ બાળકની માતા જ પોતાના બાળકને આ રમકડાં ચોરી કરવા માટે પ્રોત્સાહિત કરે છે ત્યારે તેના પિતા પણ તેના બાળકને આ રમકડું ચોરવા માટે ઈશારા કરતા નજરે પડ્યા સમગ્ર ઘટના દુકાનદારના સીસીટીવીના કેમેરામાં કેદ થઈ હતી. ખરેખર આજના માતા – પિતા ને પોતાના સંતાનો ને આવા આવા સંસ્કાર ના આપવા જોઈએ
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
