Not Set/ નમસ્તે ટ્રમ્પ/ ટ્રમ્પના અમદાવાદ આગમનને લઈને ઘો. 10 અને 12 ના વિદ્યાર્થીઓ ચિંતિત, જાણો શું છે કારણ

24  ફેબ્રુઆરી અમેરિકા રાષ્ટ્રપતિ અમદાવાદના અંગણે આવી રહ્યા છે. અને  તેની તડામાર તૈયારીઓમાં અમદાવાદ પ્રશાસન લાગી ગયું છે. મોટેરા સ્ટેડિયમમાં ટ્રમ્પના ભવ્ય સ્વાગત સમારોહ યોજવાનો છે. પરંતુ ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમ કે જે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ માટે યોજવામાં આવ્યો છે તેણે CBSEના ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓને ચિંતામાં મૂકી દીધા છે. જણાવી દઈએ કે 24 ફેબ્રુઆરીએ […]

Ahmedabad Gujarat

24  ફેબ્રુઆરી અમેરિકા રાષ્ટ્રપતિ અમદાવાદના અંગણે આવી રહ્યા છે. અને  તેની તડામાર તૈયારીઓમાં અમદાવાદ પ્રશાસન લાગી ગયું છે. મોટેરા સ્ટેડિયમમાં ટ્રમ્પના ભવ્ય સ્વાગત સમારોહ યોજવાનો છે. પરંતુ ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમ કે જે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ માટે યોજવામાં આવ્યો છે તેણે CBSEના ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓને ચિંતામાં મૂકી દીધા છે.

જણાવી દઈએ કે 24 ફેબ્રુઆરીએ મોટેરા સ્ટેડિયમમાં ટ્રમ્પ આવી રહ્યા છે. એ જ દિવસથી ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાઓ શરૂ થી રહી છે. ધોરણ 10 અને ધોરણ 12ના પરીક્ષાનો સમય સવારે 10.30 કલાકનો છે, જેના બે કલાક પછી ટ્રમ્પનું અમદાવાદમાં આગમન થશે તેવી શક્યતા સેવાઈ રહી છે.

વિદ્યાર્થીઓ અને વાલીઓને ચિતા છે કે વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્રમાં જતી વખતે બ્લોક રોડ, કડક સુરક્ષા તેમજ વીવીઆઈપી વ્યવસ્થા નડશે.

આપને જણાવી દઈએ કે પોદાર સ્કૂલ, શાહીબાગની રચના સ્કૂલ, શાહીબાગની કેન્દ્રીય વિદ્યાલય તેમજ કેન્દ્રીય વિદ્યાલય, કેન્ટોનમેન્ટ સ્કુલ એ રૂટ પર આવે છે, જ્યાંથી ટ્રમ્પ એરપોર્ટથી મોટેરા સ્ટેડિયમ જવા માટે પસાર થશે.

લગભગ 2 કલાકનો હોઈ શકે છે પ્રોગ્રામ

પીએમ મોદી-ટ્રમ્પના અમદાવાદ કાર્યક્રમનો સમયગાળો બે કલાક સુધીનો હોઈ શકે છે. આ સમય દરમિયાન પીવાના પાણી સિવાય કોઈ કેટરિંગ સુવિધા નહીં મળે. રિહર્સલ આવતા અઠવાડિયે શરૂ થઈ શકે છે, ઇવેન્ટના માર્ગ અને સંભવિત સ્થળો પર સુરક્ષા કવાયત. બંને નેતાઓએ કાફલા અને ટ્રાફિક સહિતના મહત્વના પાસાઓની આકારણી માટે સંપૂર્ણ રિહર્સલ કરશે.