દુનિયામાં કોરોના વાયરસ કહેર મચાવી રહ્યો છે, જેણે હવે ભારતમાં પણ ઝડપથી ફેલાવવાનું શરૂ કરી દીધુ છે. છેલ્લા 12 કલાકમાં 547 નવા કેસ નોંધાયા બાદ કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 6,412 થઇ ગઇ છે. કોવિડ-19 રોગચાળોએ છેલ્લા 12 કલાકમાં 30 લોકોનો ભોગ લીધો છે, જેના કારણે મોતનો આંકડો 199 એ પહોંચી ગયો છે.
આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ, કોરોના વાયરસનાં કુલ 6,412 કેસોમાંથી 5,709 સક્રિય કેસ છે. આ ઉપરાંત, 503 લોકો સંપૂર્ણ રીતે સ્વસ્થ થયા છે અથવા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. સવારે 8 વાગ્યા સુધી આરોગ્ય મંત્રાલયનાં આંકડા મુજબ કોરોના વાયરસથી મહારાષ્ટ્રમાં સૌથી વધુ 97 લોકોનાં મોત થયા છે. હવે આ રોગચાળાનાં ભોગ બનેલા લોકોની સંખ્યા વધીને 1586 થઈ ગઈ છે. ચાલો જાણીએ કોરોના વાયરસની સ્થિતિ કયા રાજ્યમાં કેવી છે…
મહારાષ્ટ્ર: દેશમાં સૌથી વધુ કોરોનાની માર મહારાષ્ટ્રમાં જોવા મળી રહી છે. મહારાષ્ટ્રમાં કોરોના વાયરસનાં કુલ 1,586 પોઝિટીવ કેસ નોંધાયા છે. કોરોનાનાં આ કુલ કેસોમાંથી 1,364 કેસ પોઝિટીવ છે અને 125 લોકો સંપૂર્ણ રીતે સાજા થયા છે અથવા તેમને રજા આપવામાં આવી છે. જો કે, આ રાજ્યમાં અત્યાર સુધીમાં મરેલા લોકોની મહત્તમ સંખ્યા 97 છે.
તમિળનાડું: અહીં પણ કોરોનાનાં કેસમાં તેજી જોવા મળી રહી છે. આ રાજ્યમાં કોરોના વાયરસનાં 863 પોઝિટિવ કેસ નોંધાયા છે. તેમાંથી 834 કેસ પોઝિટીવ છે. અહીં આ રોગચાળાને કારણે 8 લોકોનાં મોત પણ થયાં છે અને 21 સંપૂર્ણપણે ઠીક થઇ ગયા છે.
દિલ્હી: દિલ્હીમાં કોરોના ઇન્ફેક્શનની ઘટનાઓ સતત વધી રહી છે. રાજધાનીમાં અત્યાર સુધી કોરોના વાયરસનાં 757 કેસ નોંધાયા છે. અહીં કોવિડ-19 રોગચાળાને કારણે 12 લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે 25 લોકો સંપૂર્ણ રીતે સ્વસ્થ થઈ ગયા છે.
કેરળ: કેરળમાં કોરોના વાયરસનાં પોઝિટીવ કેસોની સંખ્યા 455 છે. તેમાંથી એક્ટિવ કેસોની સંખ્યા 357 છે અને બે લોકોનાં મોત નીપજ્યાં છે અને 96 લોકો આ રોગથી સાજા થયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
