Not Set/ #કોરોનાવાયરસ ની સારવાર માટે આ વધુ 4 ખાનગી હોસ્પિટલોને ગુજરાત સરકારે આપી માન્યતા

ગુજરાતમાં કોરોનાનો કહેર વધતો જ જોવામાં આવી રહ્યો છે. સંક્રમણ અને મોતની સંખ્યા વધી જ રહી હોય તેવુ નોંધવામાં આવી રહ્યું છે. સરાકાર તમામ પ્રકારનાં અસરકારક પગલા ઉઠાવી કોરોનાને ડામવા મથી રહી છે. ત્યારે આજ દિશામાં સરકાર દ્વારા વધુ એક મહત્વનું પગલું લેવામાં આવ્યું હોવાનું સામે આવી રહ્યું છે. જી હા ગુજરાત રાજ્ય સરકારે કોરોના વાયરસ […]

Ahmedabad Gujarat

ગુજરાતમાં કોરોનાનો કહેર વધતો જ જોવામાં આવી રહ્યો છે. સંક્રમણ અને મોતની સંખ્યા વધી જ રહી હોય તેવુ નોંધવામાં આવી રહ્યું છે. સરાકાર તમામ પ્રકારનાં અસરકારક પગલા ઉઠાવી કોરોનાને ડામવા મથી રહી છે. ત્યારે આજ દિશામાં સરકાર દ્વારા વધુ એક મહત્વનું પગલું લેવામાં આવ્યું હોવાનું સામે આવી રહ્યું છે. જી હા ગુજરાત રાજ્ય સરકારે કોરોના વાયરસ એટલે કે, Covid-19 ની સારવાર માટે વધુ 4 ખાનગી હોસ્પિટલોને માન્યતા આપી છે. આ હોસ્પિટલોમાં કોરોના સંક્રમિત વ્યક્તિઓ પોતાની સારવાર કે, ઈલાજ સ્વખર્ચે કરાવી શકશે. રાજ્ય સરકારે આ અગાઉ એચ.સી જી હોસ્પિટલ, સ્ટરલિંગ હોસ્પિટલ અને નારાયણ હોસ્પિટલને આવી સારવાર માટે મંજૂરી આપી છે. તો હવે વધુ 4 ખાનગી હોસ્પિટલોને મંજૂરી આપવની સાથે રાજ્યમાં કુલ 7 હોસ્પિટલોમાં સ્વખર્ચે કોરોનાની સારવાર ઉપલબ્ધ થઇ શકશે. આજે જે ચાર હોસ્પિટલોને મંજૂરી આપવામાં આવી છે તેમા શેલબી હોસ્પિટલ – નરોડા, અને વિજય નગર, સેવિયર હોસ્પિટલ – સ્ટેડિયમ રોડ અને તપન  હોસ્પિટલ – આનંદ નગરને કોરોના વાયરસ Covid-19ની સારવાર માટે માન્યતા આપી છે. જો કે, આ તમામ હોસ્પિટલો ફક્ત અમદાવાદ શહેરમાં જ આવેલી છે, તો સામે રાજ્યમાં સૌથી વધુ કેસ અને સંક્રમણ ઝડપ પણ અમદાવાદ શહેરમાં જ જોવામાં આવી રહી છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન