રાજકોટ જિલ્લામાં થી પરિવહન કરવા એટલે કે રાજકોટ જિલ્લામાંથી જિલ્લા બહારથી અવવા જવા માટે રાજકોટ જિલ્લા કલેકટરએ મહત્વનો નિર્ણય કર્યો છે. રાજકોટ કલેક્ટરના આદેશ મુજબ જિલ્લા બહાર જવા માટે વન- વે મંજૂરી આપવામાં આવશે. યોગ્ય કારણ જણાવનાર વ્યક્તિને માત્ર જિલ્લા બહાર જવાની પરવાનગી આપવામાં આવશે. પરંતુ બહાર ગયેલા વ્યક્તિને પરત આવવા જે-તે જિલ્લાના કલેકટરની પરવાનગી લેવી પડશે અને ત્યાર બાદ જ તેને રાજકોટ જિલ્લામાં પ્રવેશ આપવામાં આવશે.
જો કે, રાજકોટ જિલ્લા કલેક્ટર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે, અમદાવાદમાં સંપૂર્ણ લોકડાઉનના કારણે અમદાવાદની મંજૂરી આપવામાં આવશે નહીં. નોંધનીય છે કે અમદાવાદ ગુજરાતમાં કોરોનાનુ એપી સેન્ટર સમાન સેન્ટર બની ગયુ હોવાનાં કારણે કોરોનાના સંક્રમણને વધુ ફેલતો અટકાવવા માટે રાજકોટથી અમદાવાદના તમામ રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે, તેમજ અમદાવાદથી પણ રાજકોટ જવાની કોઈ પરવાનગી આપવામાં આવશે નહીં
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન
