Not Set/ Jio નો ‘વર્ક ફ્રોમ હોમ’ પ્લાન, 365 દિવસો સુધી મળશે રોજ 2 GB ડેટા

કોરોના વાયરસ અને લોકડાઉન વચ્ચે આજે જે લોકો રોજ ઉઠીને નોકરી પર જવા માટે નીકળતા હતા તે આજે ઘરમાં કેદ છે. જો કે હવે ડિજિટલ વર્લ્ડ હોવાથી ઘરેથી કામ કરવાનું શક્ય બન્યું છે. ઘરે કામ કરવા માટે, બે વસ્તુઓની જરૂર છે, પ્રથમ લેપટોપ અને બીજું ઇન્ટરનેટ. જો તમારી પાસે આ બે વસ્તુઓ છે, તો વિશ્વ […]

Business

કોરોના વાયરસ અને લોકડાઉન વચ્ચે આજે જે લોકો રોજ ઉઠીને નોકરી પર જવા માટે નીકળતા હતા તે આજે ઘરમાં કેદ છે. જો કે હવે ડિજિટલ વર્લ્ડ હોવાથી ઘરેથી કામ કરવાનું શક્ય બન્યું છે. ઘરે કામ કરવા માટે, બે વસ્તુઓની જરૂર છે, પ્રથમ લેપટોપ અને બીજું ઇન્ટરનેટ. જો તમારી પાસે આ બે વસ્તુઓ છે, તો વિશ્વ તમારી પકડમાં છે. ઇન્ટરનેટનો ચાર્જ એવો હોય જે તમારા બજેટમાં હોય. એક્સ્ટ્રા લોડ ન વધે તે જોતાં રિલાયન્સ જિઓ તમારા માટે એક સસ્તો પ્લાન લાવ્યું છે.

રિલાયન્સ જિઓએ હોમથી વર્ક ફ્રોમ હોમ માટેનાં બે પ્રી-પેઇડ પ્લાન રજૂ કર્યા છે, જેની કિંમત અનુક્રમે રૂ.2,121 અને 2,399 છે. 2,121 રૂપિયાવાળા પ્લાનની વેલિડિટી 336 દિવસની છે અને તેમાં તમને દરરોજ 1.5 જીબી ડેટાવાળા તમામ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ અને મેસેજિંગ સુવિધા મળશે. જ્યારે 2,399 રૂપિયાવાળા પ્લાનની વાત કરવામાં આવે તો તેની વેલિડિટી 365 દિવસની છે. તેમાં દરરોજ 2 જીબી ડેટા મળશે. આ સિવાય તમામ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ અને મેસેજિંગ સુવિધા પણ મળશે. આ સાથે જિઓ એપ્સનાં સબ્સ્ક્રિપ્શન્સ પણ મળશે.

આ સિવાય જિઓ પાસે ઘણા અન્ય ડેટા પ્લાન પણ છે જેમાં ફક્ત ડેટા ઉપલબ્ધ છે. જિઓનાં 151 રૂપિયાનાં ડેટા પ્લાનમાં 30 જીબી ડેટા ઉપલબ્ધ છે. વળી 40 જીબી 201 રૂપિયામાં અને 50 જીબી ડેટા 251 રૂપિયામાં ઉપલબ્ધ છે. અર્થ એ કે જ્યારે કામ કરતી વખતે દૈનિક ઉપયોગ માટેનો ડેટા સમાપ્ત થયો, ત્યારે તમે આ ડેટા સાથે કામ કરી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.