વિશ્વ પ્રસિદ્ધ કાઠીયાવાડી કેસર કેરીનાં રસીયાઓ માટે સારા સમાચાર આવી ગયા છે. જી હા, કેસરનો સ્વાદ હવે ખુબ નજીકનાં દિવસોમાં જ તમે લોક પણ માણી શકશો. ગીરની લોક પ્રિય કેસર કેરી ની આજથી ગુજરાતનાં માર્કેટમાં ધમાકેદાર એન્ટ્રી થઇ ગઇ છે. તાલાલા મેંગો માર્કેટમાં કેસરની હરાજીનો પ્રારંભ.200 થી 500 સુધીની બોલી લાગવા સાથે થઇ ચુક્યો છે. ફળોનો રાજા ગણાતી ગીરની લોકપ્રિય કેસર કેરીએ આજથી રાજ્યનાં અન્ય માર્કેટમાં પણ શાનદાર એન્ટ્રી કરી છે.
મેંગો માર્કેટ ગત વર્ષોની તુલનાએ આ વર્ષ થોડું શરૂ થયું છે. પ્રથમ દિવસે જ તાલાળા માર્કેટમાં 6 હજાર બોક્સ કેસર હરાજીમાં આવ્યા છે. પ્રથમ બોક્સની ગાયોનાં ચારા માટે હરાજી થઈ જે જૂનાગઢનાં સાંસદ રાજેશ ચુડાસમા એ 5 હજાર રૂપિયામાં ખરીદ્યું. જ્યારે ખેડૂતોની 10 કિલો કેસર ના બોક્સનાં 200 થી 500 રૂપિયા બોલી લાગી એટલે કે સરેરાશ 300 રૂપિયા ભાવ આકવામાં આવી રહ્યો છે. સિઝન મા કુલ 7 લાખ બોક્સ કેસર હરાજીમાં આવે તેવો અંદાજ લગાવાય રહ્યો છે.
ગત વર્ષોની તુલનાએ આ વર્ષ કેસર કેરી ના ભાવ નીચા રહેશે. કેસર કેરીનું ઉત્પાદન સતત ઘટી રહ્યું છે, તો બીજી તરફ કોરોના ના કારણે વિદેશમાં કેરીનું એક્સપોર્ટ હાલ બંધ છે. એટલુંજ નહિ રાજ્ય અને દેશનાં અન્ય માર્કેટમાં કેસરની ખરીદી ઓછી થાય તેવું પણ મનાય રહ્યું છે. તો મેગા સિટીના યાર્ડ બંધ હોવાથી સીધી અસર ખેડૂતોને થશે.જો કે ઉદ્ઘાટનમાં આવેલા જૂનાગઢનાં સાંસદ રાજેશભાઇ ચુડાસમા નું કહેવું છે કે, કેરી પકાવતા ખેડૂતોને સરકાર જરૂર મદદ કરશે.ભૂતકાળમાં પણ સરકારે આ બાબતે મદદ કરી હતી.વેધર આધારિત કેસર કેરી પકવતા ખેડૂતોને બાગાયતી પાક વીમો મળે તે બાબત સરકારમાં વિચારાધીન છે.
છેલ્લા 10 વર્ષમાં તાલાલા મેંગો માર્કેટમાં આવેલી કેસર કેરી અને આવક પર નજર કરીએ તો..
વર્ષ કુલ બોક્સ. સરેરાશ કિંમત
2011 14.87.025 143
2012 8.32 197 210
2013 11.85.086 254
2014 9.41.702 210
2015 7.17.335 250
2016 10.66.860 283
2017 10.67.755 265
2018 830340 310
2019 7,75,395 345
તાલાલા મેંગો માર્કેટમાં કેસરની હરાજી શરૂ થતા કેરી રસિકો અને વેપારીઓ ખુશખુશાલ છે. પરંતુ કેરી પકાવતા ખેડૂતો મા નિરાશા જોવા મળી રહી છે.ખેડૂતોનાં મતે વાતાવરણની અસરનાં કારણે કેરીનો પાક અપૂરતો થયો છે.ગત વર્ષોની તુલના એ ઓછો પાક ઉતર્યો છે એટલુંજ નહીં કેરીનાં ભાવને લયને ખેડૂતો નારાજગી વ્યક્ત કરી રહ્યા છે.ખેડૂતોનાં મતે 10 કિલો કેસરનાં 800 રૂપિયા કિંમત ચૂકવાય તો જ ખેડૂતોને પોશાય તેમ છે.
@ ભરતસિહ જાદવ, રિપોર્ટર મંતવ્ય ન્યૂઝ… ગીર-સોમનાથ
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન
ReplyReply allForward
