કોરોનાનાં કહેર વચ્ચે લાગુ કરવામાં આવેલ લોકડાઉનમાં લોકો અનેક મામલે ડિઝિટલ પ્લેટફોર્મ વાપરવા માટે મજબૂર છે. જો કે, ડિઝિટલ પ્લેટફોર્મ વાપરવા આજના સમયે અનિવાર્ય બનતા જાય છે તે પણ હકીકત છે ત્યારે ડિઝિટલ પ્લેટફોર્મ વાપરવાની સાથે જ તેમાં રહેલા ભયસ્થાનો પણ લોકો સામે આવી રહ્યા છે અને લોકો તેનો શિકાર બની રહ્યા છે. જી હા આવો જ અનુભવ અરવલ્લીનાં એક માતા-પુત્રને થયો છે.
અરવલ્લી જીલ્લાનાં બાયડમા લોકડાઉન વચ્ચે એક પરિવાર છેતરાયો હોવાની વિગતો સામે આવે છે. બાયડના ઇન્દ્રાણની વિધવા માતા અને તેનો પુત્ર સાયબર ગઠિયાઓની ઝપેટમાં આવી છેતરાયા હોવાનું સામે આવે છે. જી હા માતાનાં સ્ટેટ બેન્કના ખાતામાંથી ૮.૭૧ લાખ ઉપડી ગયા હોવાનુ સામે આવે છે. ગઠીયાઓ દ્વારા ફોન કરી ઓટીપી મંગાવી ફ્રોર્ડ કરાયું હોવાનુ સામે આવે છે. .
પિતાના મોત બાદ આવેલ વીમાની રકમ ગઠીયા ઉપડી જતા પરિવાર મુશ્કેલીમા ફસાયો હતો. ગઠીયાઓની હિંમત તો જોવો કે, ફ્રોડ કરનાર અને વિધવાનાં પુત્રની ઓડિયો કલીપ પણ આવી સામે અને કઇ રીતે સગમગ્ર ઘટનામાં કરી નાખવામાં આવ્યું તે ઉજાગર થાય છે. ગઠીયાઓએ તબક્કાવાર નાણાં ઉપડી લીધા હતા. અંતે વિધવા અને તેમનાં પુત્ર દ્વારા પોલીસ મથકે અરજી અપાઈ છે અને ગુનો નોંધી આગળની કાર્યવાહી કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
