Not Set/ શૌચક્રિયા કરવા જઇ રહેલી કિશોરીને નશાનો પદાર્થ સુંગાડી 4 લોકોએ કર્યું સામૂહિક દુષ્કર્મ

આજે સમગ્ર દેશ કોરોના વાયરસ જેવા રોગચાળા સામે ઝઝૂમી રહ્યો છે. ઘરોમાં કેદ થયેલા લોકો લોકડાઉનને અનુસરી રહ્યા છે. ત્યારે આજે પણ હેવાન પ્રવૃત્તિઓનાં લોકો મહિલાઓ અને કિશોરવયની છોકરીઓ સાથે અત્યાચાર કરવામાં આગળ દેખાઇ રહ્યા છે.   આવો જ એક કિસ્સો કુરાવલી પોલીસ સ્ટેશન વિસ્તારનાં એક ગામમાં જોવા મળ્યો હતો, જ્યાં શૌચક્રિયા કરવા જઇ રહેલી […]

India

આજે સમગ્ર દેશ કોરોના વાયરસ જેવા રોગચાળા સામે ઝઝૂમી રહ્યો છે. ઘરોમાં કેદ થયેલા લોકો લોકડાઉનને અનુસરી રહ્યા છે. ત્યારે આજે પણ હેવાન પ્રવૃત્તિઓનાં લોકો મહિલાઓ અને કિશોરવયની છોકરીઓ સાથે અત્યાચાર કરવામાં આગળ દેખાઇ રહ્યા છે.  

આવો જ એક કિસ્સો કુરાવલી પોલીસ સ્ટેશન વિસ્તારનાં એક ગામમાં જોવા મળ્યો હતો, જ્યાં શૌચક્રિયા કરવા જઇ રહેલી કિશોરીને ડ્રગ સૂંગાડીને એક રૂમમાં બંધ કરી દેવામાં આવી અને બાદમાં બંદૂકની અણી પર હેવાનોએ તેની સાથે સામૂહિક દુષ્કર્મ કર્યુ હતુ. બનાવની જાણ પોલીસ મથકમાં નોંધાવી દેવામાં આવી છે. ફરિયાદમાં બે આરોપીઓનાં નામ છે અને બે અજાણ્યા શખ્સો સામે કેસ નોંધવામાં આવ્યો છે. આ બાબતને ગંભીરતાથી લઇ પોલીસે દરોડો પાડી બંને આરોપીઓની ધરપકડ કરી હતી.

વળી પીડિતાનું મેડિકલ ટેસ્ટ પણ કરવામાં આવ્યું છે. આ સમગ્ર ઘટના થાણા કુરાવલી વિસ્તારનાં ગામની છે, અહીં રહેતી એક કિશોરી સાથે થાણા વિસ્તારનાં સમીર અને સનોજ, બસંતપુરનાં રહેવાસીએ પોતાના બે અન્ય સાથીઓની સાથે મળીને કિશોરીને પોતાની હવસનો શિકાર બનાવી હતી. જણાવી દઇએ કે, કિશોરી શૌચક્રિયા માટે ખેતરો તરફ જઇ રહી હતી, ત્યારે તમામ આરોપીઓએ કિશોરીને બંદૂકની અણી પર બંધક બનાવીને બદલામાં તેની સાથે દુષ્કર્મ ગુજાર્યો હતો. કિશોરીની હાલત ગંભીર હોવાથી તેને ખેતરોમાં ફેંકી દેવામાં આવી હતી.

પરિવારને આ ઘટનાની જાણ થતાં પરિવાર કિશોરી સાથે પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો, પોલીસે અહીં સામૂહિક દુષ્કર્મની કલમોમાં બે નામજન અને એક અજાણ્યા સામે ગુનો નોંધ્યો છે. વળી કિશોરીનું આરોગ્ય ટેસ્ટ પણ કરવામાં આવ્યું છે. વળી પોલીસે દરોડા પાડીને આ મામલે બે આરોપીની ધરપકડ પણ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.