Not Set/ વડોદરા/ કંટેનમેન્ટઝોન સિવાયના વિસ્તારોમાં ખુલશે દુકાનો

રાજ્યમાં લોકડાઉન 4.0 આજ થી અમલ શરુ થઇ ચુક્યો છે. સરકારે આજથી કેટલીક છૂટછાટ આપી છે. ખાસ કરીને કંટેનમેન્ટઝોન નોન કંટેનમેન્ટ ઝોન અલગ-અલગ કરી દેવામાં આવેલ છે. વડોદરામાં કોરોના પોઝિટિવ કેસો વધી રહ્યા હોવાથી સ્થાનિક વહીવટી તત્રએ વડોદરાના 90 જેટલા વિસ્તારોને કંટેનમેન્ટ ઝોન તરીકે આવરી લીધા છે. જેમાં કોઈ છૂટછાટ અપાયેલ નથી. 13366 ઘર અને […]

Gujarat Vadodara

રાજ્યમાં લોકડાઉન 4.0 આજ થી અમલ શરુ થઇ ચુક્યો છે. સરકારે આજથી કેટલીક છૂટછાટ આપી છે. ખાસ કરીને કંટેનમેન્ટઝોન નોન કંટેનમેન્ટ ઝોન અલગ-અલગ કરી દેવામાં આવેલ છે. વડોદરામાં કોરોના પોઝિટિવ કેસો વધી રહ્યા હોવાથી સ્થાનિક વહીવટી તત્રએ વડોદરાના 90 જેટલા વિસ્તારોને કંટેનમેન્ટ ઝોન તરીકે આવરી લીધા છે. જેમાં કોઈ છૂટછાટ અપાયેલ નથી.

13366 ઘર અને 53982 લોકો રેડ-ઝોનમાં છે. તેમજ કન્ટેન્ટમેનઝોન સિવાયના વિસ્તારોમાં ઓડ ઈન વન પદ્ધતિ થી દુકાનો ખોલવા વહીવટી તત્રએ મજૂરી આપી છે. ગુમાસ્તાધારાના લાઇસન્સ નંબર મુજબ છેલ્લા આંક પ્રમાણે જ દુકાનો ખોલવાની મજૂરી આપેલ છે.

જાણો રાજ્યમાં શું ચાલું રહેશે અને શું બંધ?

નોન કન્ટેનમેન્ટ ઝોન

* અમદાવાદમાં પશ્ચિમ વિસ્તારમાં વેપાર, દુકાનો (ઓડ ઈવન પ્રમાણે)

*50-50 ટકા દુકાનો એક–એક દિવસે ખુલશે (પ થી વધારે ભેગાં નહીં)

* શાકભાજી, દૂધ, દવા જેવી આવશ્યક વસ્તુઓ (સવારે 8થી 3)

* પાન–મસાલા, હેર સલૂન, બ્યુટીપાર્લર

* સુરતમાં ડાયમંડ અને ટેક્સટાઇલ સાથે ઉદ્યોગો

* ST બસ સેવા (અમદાવાદ સિવાય)

*દવાખાના / OPD

* સાયકલ રીક્ષા, ઓટો રીક્ષા (2+1), ટેક્સી

* કેબ, ટેક્સી (1+2)

*પ્રાઈવેટ કાર (2+1), ટુ વ્હીલર (એક સવારી)

* ખાનગી ઓફિસ (33% સ્ટાફ)

* રેસ્ટોરન્ટમાં માત્ર હોમ ડિલીવરી (હેલ્થ કાર્ડ સાથે)

*માલસામાનની હેરફેર માટેની ટ્રકો

* લગ્નમાં 50 લોકો અને મરણમાં 20

* હીરાના કારખાના, લૂમ્સના કારખાના 50 ટકાના સ્ટાફ

* પબ્લિક લાયબ્રેરી (60 ટકા કેપીસિટી)

*સિટી વિસ્તારની બહાર ઢાબા

*ગ્રામીણ વિસ્તારમાં ઉદ્યોગો, મનરેગા, ફૂડ પ્રોસેસિંગ, ઇંટ ઉત્પાદન

*રિપેરિંગ શોપ, ગેરેજ, વર્કશોપ અને સર્વિસ સ્ટેશન

*કન્ટેનમેન્ટ ઝોન*

* શાકભાજી, દૂધ, દવા જેવી આવશ્યક વસ્તુઓ (સવારે 8થી 3)

*દવાખાના / OPD

* માલસામાનની હેરફેર માટેની ટ્રકો

* લગ્નમાં 50 લોકો અને મરણમાં 20

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવીમોબાઇલ એપ્લિકેશન.