Botad News/ બોટાદમાં સમાજ ન્યાય માટે સંમેલન, યુવાનો બન્યા લડતના અગ્રણીઓ

દિલ્હીના રાજકીય અધિવેશનો વચ્ચે બોટાદ (Botat) માં સમાજના હક્ક, એકતા અને ન્યાય માટે યુવાનોના નેતૃત્વ હેઠળ સમાજ સંમેલન યોજાઈ રહ્યું છે.

Gujarat Trending

Community Welfare: એક તરફ દિલ્હીમાં વિવિધ રાજકીય અધિવેશનો યોજાઈ રહ્યા છે, જ્યાં નેતાઓ પોતાની રાજકીય શક્તિ અને પ્રભાવ દર્શાવવા વ્યસ્ત હોવાનું માનવામાં આવે છે. ત્યારે બીજી તરફ બોટાદમાં સમાજના હિત અને ન્યાયના મુદ્દાઓને કેન્દ્રમાં રાખીને સમાજ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.

botad

આ સંમેલનમાં સમાજના પ્રશ્નો, હક્કો અને ન્યાય માટેની લડતને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. ખાસ વાત એ છે કે આ કાર્યક્રમ કોઈ ધારાસભ્ય, સાંસદ કે મંત્રીના નેતૃત્વ હેઠળ નહીં, પરંતુ સમાજના યુવાનો અને આગેવાનોના પ્રયાસોથી યોજાઈ રહ્યો છે.

botad

આયોજકોનું કહેવું છે કે રાજકીય કાર્યક્રમો કરતાં સમાજના હક્કો અને ન્યાય માટે એકતા જરૂરી છે. સમાજના લોકો પોતે જ પોતાની સમસ્યાઓના ઉકેલ અને ન્યાય માટે આગળ આવી રહ્યા છે, જે એક સકારાત્મક સંદેશ આપે છે.botad

સંમેલનમાં મોટી સંખ્યામાં સમાજના લોકો જોડાઈ રહ્યા છે અને સમાજના હિત માટે એકજૂટ થવાનો સંકલ્પ વ્યક્ત કરી રહ્યા છે.

“જય કોળી સમાજ… જય ઠાકોર સમાજ” ના નારાઓ સાથે સમાજના હક્ક અને ન્યાય માટે અવાજ બુલંદ કરવામાં આવી રહ્યો છે.


આ પણ વાંચો: આણંદમાં બોટાદના DYSPને ઝોકું આવતા પાંચ કચડાયા, બેનાં મોત

આ પણ વાંચો: ભાવનગર-બોટાદની 150 સહકારી મંડળીઓને કરોડોની આવકવેરા નોટિસ, ખેડૂતોમાં ભારે રોષ

 આ પણ વાંચો: બોટાદ:સરવા ગામે મહિલાઓ વચ્ચે મારામારી