સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં કેટલાક લોકો દિપડાનાં બચ્ચાને પરેશાન કરતા જોવા મળી રહ્યા છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં, જોઇ શકાય છે કે કેવી રીતે 4-5 લોકોએ એક નાના દીપડાનાં બચ્ચાને ઝાડનાં થડમાં પકડ્યો છે.

માઇક્રો બ્લોગિંગ સાઇટ ટ્વિટર પર, આ વીડિયો @aravindchaodhri નામનાં એક ટ્વીટર સાથે શેર કરવામાં આવ્યો છે. યૂઝર્સને આશંકા છે કે આ વીડિયો ગીર વન્યપ્રાણી અભ્યારણનો હોઈ શકે છે. વાયરલ થઈ રહેલા 21 સેકન્ડનાં આ વીડિયોમાં દીપડાનાં નાના બચ્ચાને આ લોકો ખરાબ રીતે ત્રાસ આપતા હેરાન કરતા જોઇ શકાય છે. વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે એક યુવક નાના દીપડાનાં બચ્ચાનાં ગળાને ઝાડનાં થડમાં દબોચી રહ્યો છે. જ્યારે નજીકમાં ઉભો બીજો એક યુવક તેનો વીડિયો બનાવી રહ્યો છે. આ દરમિયાન, દીપડાનું બચ્ચુ તેઓની પકડમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરતુ જોવા મળી રહ્યુ છે અને સામે ઉભેલા યુવક પર તરાપ મારવાનો પ્રયત્ન કરે છે, પણ તે નિષ્ફળ જાય છે. જે બાદ તેની પાછળ ઉભેલી વ્યક્તિ તેને વધુ જોરથી દબોચે છે.
https://twitter.com/aravindchaudhri/status/1183326071816474626
આ પહેલીવાર નથી કે જ્યારે આ પ્રકારનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ભૂતકાળમાં, મહારાષ્ટ્રનાં ગોંડિયા જિલ્લામાંથી આવી જ કેટલીક તસવીરો આવી હતી. જ્યાં કેટલાક લોકોએ દીપડાનાં એક ઈજાગ્રસ્ત બાળકની હત્યા કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવો મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
