કોરોનાનો કહેર તો વિશ્વ પર વરસી જ રહ્યો છે, ત્યારે કોરોનાનાં કહેર વચ્ચે કુદરત રુઠી હોય તેવી રીતે કમોસમી વરસાદ પણ વરસીને રાજ્યનાં અનેક વિસ્તારોમાં કહેર વરસાવી રહ્યો હોવાનું સામે આવી રહ્યું છે. જી હી, અમરેલી શહેર સહિત જીલ્લાનાં ખાંભા તેમજ અન્ય ગ્રામ્ય વિસ્તારમાં બીજા દિવસે પણ પવન સાથે કમોસમી વરસાદ ખાબક્યો છે. ખાંભા નાં દાઢયાળી, ચતુરી ગામમાં કમોસમી વરસાદે તબાહી વહેરી છે.
ઉનાળામાં કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં સતત વધારો જોવામાં આવી રહ્યો છે એક તો કોવિડ-19એ પાયમાલ કરી દીધા હોવાની લાગણી લોકોમાં દુખનું કારણ છે ત્યારે કમોસમી વરસાદથી લોકો અને ખાસ કરીને ખેડૂતોનાં હદય દ્રવી ઉઠ્ય છે.
આ મોસમમાં કમોસમી વરસાદથી ઉનાળુ પાકને ભારે નુકશાનના એંધાણ જોવામાં આવી રહ્યા છે. ખાસ કરીને દેશ-દુનિયા જોની આખું વર્ષ રાહ જોવે છે તે ફળોનાં રાજા કેરીની આ મોસમ છે અને તેમા પણ સૌરાષ્ટ્રની કેસર એટલે વાત જ શું. પરંતુ આ કોમોસમી વરસાદથી એટલે કે ભર ઉનાળામાં કમોસમી વરસાદથી કેરીના પાકને ભારે નુકશાન થયું હોવાનું સામે આવી રહ્યું છે.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝની આ ખાસ રજૂઆતના માધ્યમથી……
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….
