Not Set/ પાટણ/ કોરોના પોઝિટિવ દર્દીનું થયું મોત, નોંધાયા વધુ 4 પોઝિટીવ

પાટણમાં દિવસે ને દિવસે કોરોના તેનો કાળો કહેર વરસાવી રહ્યો છે. ત્યારે પાટણ શહેરમાં કોરોના પોઝિટિવ દર્દીનું મોત  નિપજ્યું છે.મીરપાર્ક  સોસાયટીમાં રહેતા  31 વર્ષીય યુવકનું  ધારપુર હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.ડોક્ટર  અને પરિવારજનોની હાજરીમાં  આ યુવકની અંતિમવિધિ કરવામાં આવી. પાટણમાં અત્યાર સુધીમાં 4  લોકોના મોત થયા છે. આપને જણાવી દઈએ કે પાટણ શહેરમાં અને […]

Gujarat Others

પાટણમાં દિવસે ને દિવસે કોરોના તેનો કાળો કહેર વરસાવી રહ્યો છે. ત્યારે પાટણ શહેરમાં કોરોના પોઝિટિવ દર્દીનું મોત  નિપજ્યું છે.મીરપાર્ક  સોસાયટીમાં રહેતા  31 વર્ષીય યુવકનું  ધારપુર હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.ડોક્ટર  અને પરિવારજનોની હાજરીમાં  આ યુવકની અંતિમવિધિ કરવામાં આવી. પાટણમાં અત્યાર સુધીમાં 4  લોકોના મોત થયા છે.

આપને જણાવી દઈએ કે પાટણ શહેરમાં અને પંથકમાં કોરોના વાયરસના ગઈ કાલે વધુ 4 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેને લઇ આરોગ્ય તંત્ર અને વહીવટી તંત્ર દ્વારા કોરોનાગ્રસ્ત વિસ્તારોમાં સેનેટાઈઝરની દવાના છંટકાવ સાથે વિસ્તારને સીલ કરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો છે.

પાટણ શહેરના ધનજીયા પાડામા રહેતા 48 વર્ષીય પુરુષ તેમજ સરસ્વતી તાલુકાના સાગોડિયા ગામના 23 વર્ષીય અને 50 વર્ષીય પુરુષ અને 45 વર્ષની મહિલાનો કોરોનાનો પોઝીટીવ રીપોર્ટ આવતા આંકડો ૫૫ પર પહોચ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.