Not Set/ લોકડાઉન 4.0/ સુરતમાં કોમ્પ્યુટર કલાસ શરૂ કરવા કલેકટર અને પાલિકા કમીશ્નરને પત્ર લખી માંગી પરવાનગી

કોરોનાની મહામારીથી બચવા સામે ત્રણ લોક ડાઉન બાદ ચોથા તબક્કાના લોકડાઉનમાં અનેક વેપાર ધંધામાં છૂટ છાટ આપવામાં આવી છે. પરંતુ શાળા, કોલેજ, ટ્યૂશન કલાસીસ અને એજ્યુકેશન સંસ્થાને છૂટછાટ નથી આપવામાં આવી ત્યારે આ લોકડાઉનમાં સુરતના તમામ બંધ કોમ્પ્યુટર કલાસીને શરૂ કરવાની પરવાનગી આપવા ઇન્ફોર્મેશન ટ્રેનર્સ એસોસિએશન દ્વારા માંગ કરવામાં આવી રહી છે. કોમ્પ્યુટર ક્લાસિસને શૈક્ષણિક […]

Gujarat Surat

કોરોનાની મહામારીથી બચવા સામે ત્રણ લોક ડાઉન બાદ ચોથા તબક્કાના લોકડાઉનમાં અનેક વેપાર ધંધામાં છૂટ છાટ આપવામાં આવી છે. પરંતુ શાળા, કોલેજ, ટ્યૂશન કલાસીસ અને એજ્યુકેશન સંસ્થાને છૂટછાટ નથી આપવામાં આવી ત્યારે આ લોકડાઉનમાં સુરતના તમામ બંધ કોમ્પ્યુટર કલાસીને શરૂ કરવાની પરવાનગી આપવા ઇન્ફોર્મેશન ટ્રેનર્સ એસોસિએશન દ્વારા માંગ કરવામાં આવી રહી છે.

કોમ્પ્યુટર ક્લાસિસને શૈક્ષણિક સંસ્થાઓમાંથી બાકાત ગણી ચાલુ રાખવા માંગ કરાઈ રહી છે. સુરતમાં 400 થી વધુ કોમ્પ્યુટર કલાસ લોકડાઉનમાં બે મહિનાથી બંધ છે.આ જ બે અને ચાર મહિનામાં કોમ્પ્યુટર કોચિંગ સંચાલકો સમગ્ર વર્ષની કમાણી કરતા હોય છે.

ત્યારે હાલ ઉનાળુ વેકેશનમાં પાર્ટ ટાઈમ કોર્સ થકી વિદ્યાર્થીઓ, ગૃહિણીઓ અને અન્ય વ્યવસાયકારો થકી થતી આવક ગુમાવવાનો વારો આવ્યો છે. ઉપરાંત આ પ્રકારના પાર્ટ ટાઈમ કોમ્યુટર કલાસમાં તમામ પ્રકારનું સોશિયલ ડિસ્ટનસિંગ અને સરકારની કોરોનાની ગાઈડ લાઇનનું પાલન કરવામાં આવે છે. જેથી ઇન્ફોર્મેશન ટ્રેનર્સ એસોસિએશન દ્વારા કલેકટર અને મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખી આવેદન આપી સુરતના તમામ પાર્ટ ટાઈમ કોમ્પ્યુટર કલાસને લોકડાઉન 4માં શરૂ કરવા છૂટછાટ આપવા રજુઆત કરી છે.

ધ્રુવ સોમપુરા, મંતવ્ય ન્યુઝ, સુરત 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.