Ahmedabad News/ નાયબ મુખ્યમંત્રી દ્વારા ATSની નવી બિલ્ડીંગ સહિતના બાંધકામોનો શિલાન્યાસ

ગુજરાત એ.ટી.એસ.ATS નું આ નવું ભવન, દેશની સુરક્ષા માટે કટિબધ્ધ ગુજરાતનું કેન્દ્રબિંદુ બની રહેશે

Gujarat Ahmedabad
ATS

Ahmedabad News : નાયબ મુખ્યમંત્રી  દ્વારા તા.9.2.2026ના રોજ એ.ટી.એસ. ખાતે, ATSની નવી બિલ્ડીંગનું શિલાન્યાસ કરવામાં આવ્યું હતું. સાથોસાથ અમદાવાદ શહેરના બોડકદેવ ખાતે અર્બન પોલીસ સ્ટેશન, કાગડાપીઠ ખાતે પોલીસ આવાસો, અમરાઇવાડી પોલીસ લાઇન ખાતે પોલીસ આવાસો તેમજ સૈજપુર બોઘા 2.અ.પો.દળ જુથ-2 ખાતે ડોગ કેનાલ તથા ટ્રેનીંગ ઓફીસ તથા ઈ-1 કક્ષાના બાંધકામનું પણ ઇ-શિલાન્યાસ કરવામાં આવેલ. આ તમામ બાંધકામ કુલ રૂ. 202.85 કરોડના ખર્ચે કરવામાં આવનાર છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત એ.ટી.એસ.  (ATS) ની સ્થાપના સને 1993માં ફક્ત 68 અધિકારી/કર્મચારીઓથી કરવામાં આવેલ જે હાલમાં 243નું સંખ્યાબળ ધરાવે છે. ગુજરાત એ.ટી.એસ. (ATS) દ્વારા કરવામાં આવતી કામગીરી તથા ગુનાખોરીની બદલાઇ રહેલ મોડસ ઓપરેન્ડી જોતા ગુજરાત એ.ટી.એસ.ને અદ્યતન ટેકનોલોજીથી સુસજ્જ કરવી ખુબ જ જરૂરી છે. જે બાબતે છેલ્લા કેટલાક વર્ષો દરમ્યાન ગુજરાત સરકાર દ્વારા એ.ટી.એસ.ની કોમ્પ્યુટેશનલ તથા ઓપરેશનલ કેપેબીલીટી તેમજ સંખ્યાબળ વધારવા મજબૂત કદમ લેવામાં આવેલ છે.

જે અનુસંધાને ગુજરાત એ.ટી.એસ. (ATS)નું આ નવું બિલ્ડીંગ મંજૂર કરવામાં આવેલ છે.ગુજરાત એ.ટી.એસ.ના આ નવા બિલ્ડીંગમાં સાયબર, ઇન્ટેલીજન્સ તથા ટેક્ટીકલ યુનિટ્સ એક જ છત નીચે કાર્યરત રહેશે. આ નવા બિલ્ડીંગમાં ઇન્ટેલીજન્સ ફ્યુઝન લેબ, ડીજીટલ ફોરેન્સીક, નેટગ્રીડ, ICJS, નિદાન જેવા વિવિધ પ્લેટફોર્મ્સનો સમન્વય કરવામાં આવશે. ગુજરાત એ.ટી.એસ.(ATS)નું આ નવું ભવન, દેશની સુરક્ષા માટે કટિબધ્ધ ગુજરાતનું કેન્દ્રબિંદુ બની રહેશે.

આ સમગ્ર કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત રાજ્યકક્ષા મંત્રી કમલેશ પટેલ અને દર્શનાબેન વાઘેલા તથા અમદાવાદ-ગાંધીનગરના ધારાસભ્યો તથા અમદાવાદના મેયર સહિત પોલીસ અધિકારીઓ અને મહાનુભાવો હાજર રહ્યા હતા.


આ પણ વાંચો : આણંદના ખંભાતમાં ગેરકાયદે માદક પદાર્થ બનાવતી ફેક્ટરી પર એટીએસનો દરોડો

આ પણ વાંચો : ગુજરાત એટીએસ અને એનસીબીને મળી મોટી સફળતા, રૂ. 1814 કરોડનું ડ્રગ્સ ઝડપ્યું

આ પણ વાંચો : દહેજના દરોડામાં એટીએસને મળી સફળતા, ડ્રગ્સનો 30 કરોડનો મુદ્દામાલ ઝડપાયો